fbpx
ગુજરાત

પરિણામથી અસંતુષ્ટ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ૧૨થી ૧૪ ઓગસ્ટે લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પેન અને પેપરના ફોર્મેટમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે જેઓ હાલમાં જ જાહેર કરાયેલા તેમના પરિણામથી સંતુષ્ટ નથી.

આવા વિદ્યાર્થીઓએ ૩ ઓગસ્ટ સુધીમાં તેમનું રિઝલ્ટ શાળામાં જમા કરાવી દીધું હતું. ૧૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ એમ ત્રણ દિવસના સમયગાળામાં પરીક્ષા લેવાશે, તેમ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું. એક દિવસમાં બે વિષયના પેપર લેવાશે. જીએસએચએસઇબીને આશરે ૫૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેવી અપેક્ષા છે.


ગયા મહિને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિમામમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૧,૦૭,૨૬૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વર્ષની શરુઆતમાં કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય શિક્ષણ વિભાગે ગયા મહિને બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ર્નિણય લીધો હતો.

Follow Me:

Related Posts