fbpx
ગુજરાત

પરિણીતાને ફેસબુક લવ, ૪ મહિને પોલિસે પકડી પતિને સોંપી

સાણંદ તાલુકાના રેથલ ગામની ૩૦ વર્ષની પરિણીતાને ફેસબુકીયો લવ થઇ જતા પોતાના ૫ વર્ષના પુત્રને લઇને પાટડીના પાનવા ગામે પિયરથી ૪ માસ અગાઉ મહેસાણાના ખેરાલુ ગામે ગઇ હતી. પોલિસે મોબાઇલ લોકોશનના આધારે માતા-પુત્રને ચાર માસ બાદ ખેરાલુ ગામેથી ઝડપી પાડી સાણંદ તાલુકાના રેથલ ગામના એના પતિને સોંપવામાં આવી હતી.

પાટડી તાલુકાના પાનવા ગામે રહેતી સવિતાબેનના લગ્ન આજથી દશેક વર્ષ અગાઉ અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના રેથલ ગામના ગણપતભાઇ ખોડાભાઇ પુરબીયા સાથે કરવામાં આવ્યા હતા. એમને સંતાનમાં ૫ વર્ષનો પુત્ર માનવ હતો. સવિતાબેન પોતાના સાસરે એન્ડ્રોઇડ ફોન વાપરતી હોઇ એને મહેસાણા જીલ્લાના ખેરાલું ગામના કરણ પિયુષભાઇ બારોટ સાથે ફેસબુકીયો લવ થઇ ગયો હતો. જેમાં બંનેએ એકબીજાનો મોબાઇલ નંબર લઇ અવારનવાર વાતચીત કરતા એમનો પ્રેમ ગાઢ બન્યો હતો. આથી સવિતાબેન પોતાના ૫ વર્ષના પુત્ર માનવને લઇને ગત તા. ૫મી ફેબ્રુઆરીએ સાસરે રેથલથી પોતાના પિયર પાટડી તાલુકાના પાનવા ગામે આવી હતી અને પાનવાથી ગત તા. ૭મી ફેબ્રુઆરીએ પોતાના ૫ વર્ષના પુત્ર માનવને લઇને કોઇને કહ્યાં વગર નીકળી ગઇ હતી. અને પાનવાથી પાટણ ગયા બાદ ત્યાંથી કરણ બારોટ એને મહેસાણા તાલુકાના ખેરાલુ ગામે પોતાની પત્નિ તરીકે લઇ ગયો હતો. આ બનાવ અંગે સવિતાબેનના પતિ અને પાનવા પિયરવાળાઓએ દસાડા પોલિસ મથકમાં માતા-પુત્ર એક સાથે ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી.

આ કેસમાં દસાડા પીએસઆઇ જી.એન.શ્યારાની આગેવાનીમાં દસાડા પોલિસ મથકના મનીષભાઇ અઘારા, મહિલા પોલિસ હિનાબેન પટેલ અને ચેહર ઝીંઝુવાડીયા સહિતના પોલિસ સ્ટાફે મોબાઇલ સર્વેલન્સ ટીમ અને સુરેન્દ્રનગર ટેકનિકલ શાખાની મદદથી મોબાઇલ લાઇવ લોકેશનના આધારે મહેસાણા તાલુકાના ખેરાલુ ગામેથી માતા સવિતાબેન અને પુત્ર માનવને લઇને દસાડા પોલિસ મથકે લાવી એના પતિ ગણપતભાઇ ખોડાભાઇ પુરબીયાને સોંપવામાં આવી હતી.

Follow Me:

Related Posts