ગુજરાત

પરિણીતાને વાઈફ સ્વેપિંગ માટે કરાઇ મજબૂર, પતિએ જેઠ સાથે સંબંધ બાંધવા ક્યું દબાણ

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા પરિવારમાં અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાને પોતાનો પતિ જ પોતાના મોટા ભાઈ સાથે સંબંધ બાંધવા અને વાઈફ સ્વેપિંગ કરવા માટે મજબૂર કરતો હતો. આ વાતનો પરણીતાએ વિરોધ કરતા તેના પર સતત શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણામે પરેશાન પરિણીતા પોતાના પિયર જતી રહી અને આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના પોશ ગણાતા વિસ્તારની અત્યંત ધૃણાસ્પદ અને સમાજને શરમાવે તેવી ઘટના પોલીસ સ્ટેશન પહોંચી છે. વૈભવી સોસાયટીમાં રહેતી નિશા (નામ બદલ્યું છે ) મૂળ મહેસાણાની રહેવાસી છે. પરિવારથી સુખી નિશાએ અમદાવાદના યુવક સાથે સંમતિથી લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પતિ રાજીવ(નામ બદલ્યું છે ) સાથે અમદાવાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી.

રાજીવ બેરોજગાર હતો એટલે સાસરિયામાં સતત તેના માટે રૂપિયા લાવવા દબાણ કરતું હતું. એટલેથી વાત ન અટકી તો નિશાને નોકરી કરવા દબાણ કરવામાં આવતું હતું.આ બધાની વચ્ચે નિશા અને રાજીવ બન્ને વિદેશ જવા નક્કી કર્યું એટલે બંનને નાઈજીરિયા ગયા હતા. જ્યાં રાજીવ નિશા પર ત્રાસ ગુજરતો. નિશા ગર્ભવતી થઈ એટલે પરત ભારત આવી હતી. બાળકને જન્મ આપ્યા બાદ રાજીવ ભારત આવ્યો અને આ વખતે ખૂબ જ મોટી યાતના સામનો નિશાને કરવો પડ્યો હતો.

નિશા ઘરમાં હતી ત્યારે રાજીવે કહ્યું, તારે વાઇફ સ્વેપીગ માટે તૈયાર થવું પડશે. જેથી નિશાએ કીધું આ શું છે. જેના જવાબમાં રાજીવ કહ્યું આપણે એક બીજાની પત્ની બદલીને તેની સાથે શરીર સંબંધ બાંધવા પડશે. એટલે મારા મોટા ભાઈ સાથે તારે જવું પડશે. જે સાંભળીને નિશા ગભરાઈ ગઈ અને આ વાતનો વિરોધ કર્યો હતો. નિશા એકલી હોય ત્યારે રાજીવનો મોટો ભાઈ સતત તેને અડપલાં કરતો અને ગમે તેમ કરી સેક્સ માટેની ચેસ્ટા કરતો હતો. જેથી નિશા આખરે બાળકો સાથે તેના પિયર જતી રહી હતી.આ સમગ્ર બાબત તેને તેના પરિવાર ના લોકોને કહી તો બધા ચોકી ઉઠ્યા અને આખરે આ બેશરમ લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરી છે.

Related Posts