ભાવનગર

પરિણીતા પતિને બાથરૂમમાં અભદ્ર વ્યવહાર કરતાં જાેઈ મોબાઈલ માંગતા પતિએ પત્નીને તલાક આપી દિધા

ભરૂચમાં સાસરૂં ધરાવતી ભાવનગરની પરિણીતા પતિને બાથરૂમમાં અભદ્ર વ્યવહાર કરતાં જાેઈ મોબાઈલ માંગતા પતિએ પત્નીને ત્રણ વખત તલાક બોલી તલાક આપી દિધા હતા. શહેરના ભરતનગર વિસ્તારમાં પિયર ધરાવતાં અને ભરૂચમાં સાસરૂ ધરાવતી પરિણીતાએ ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નિકાહ ગઈ તારીખ ૨૫-૧૦-૨૦૨૦ના રોજ મળુ ભાવનગર વતની અને હાલ ભરૂચ ખાતે રહેતા આરીફભાઈ આમદભાઈના પુત્ર સહેઝાદ સાથે રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા.

હાલ પરિણીતા ગર્ભવતી છે. લગ્નબાદ પરિણીતા સાસરીયે ભરૂચ ખાતે સસર આરીફભાઈ, સાસુ હફીઝાબેન સહિતના સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જાેકે, નિકાહની શરૂઆતથી પરિણીતાને તેમના પતિ તથા સાસુ-સસરા મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપતા હતા. આ અંગે પરિણીતા તેમના પતિને ફરિયાદ કરે તો પતિ તલ્લાક આપી દેવાની ધમકી આપતો હતો. જાેકે, પિયરમાં રમઝાન કરવા આવ્યાં બાદ પરિણીતાને આઠ માસ સુધી કોઈ તેડવા આવ્યું ન હતું. જેથી તેમણે મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરૂદ્ધ અરજી આપતાં સમાધાન કરીને પતિ સીધા અમદાવાદ ખાતે રહેવા માટે તેડી ગયા હતા.

જ્યાં છ માસ રહ્યા બાદ પતિ પરિણીતાને એકલી મુકી ભરૂચ પરિવાર પાસે ચાલ્યો જતો. જ્યાં સાસુ સસરા તેની ચડામણી કરી ઘરમાંથી કાઢી મુકવા દબાણ કરતા હોવાનો પરિણીતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો. જેથી પતિ અમદાવાદ આવીને પરિણીતા સાથે અશોભનીય વર્તન કરી ગાળો આપી મારકૂટ કરી તલાકની ધમકી આપતો હતો. આ દરમિયાન ૪ જુલાઈના રાત્રીને પતિ બાથરૂમમાં જઈ અભદ્ર વ્યવહાર અને કામ કરતા પત્ની જાેઈ ગઈ હતી.

જેથી ફોન માંગતા પતિએ ઉશ્કેરાઈને ત્રણ વખત તલ્લાક તલ્લાત તલ્લાક બોલી ચાર માસની પ્રેગ્નેન્સી હોવા છતાં પરિણીતાને તલ્લાક આપી દિધા હતા. જાેકે, બાદમાં પિયરે આવેલી પરિણીતાએ પતિ અને સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts