fbpx
ગુજરાત

પરિમલ ગાર્ડનના બદલાશે રૂપરંગ, ૨૫૦ની ક્ષમતાવાળું એમ્ફીથિયેટર બનશે

પરિમલ ગાર્ડનને પહેલીવાર ડિઝાઈન કર્યાના લગભગ ૨૫ વર્ષ બાદ તેમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ૧૦ એકરમાં બનેલા આ પાર્કમાં ૨૫૦ની ક્ષમતાવાળું એમ્ફીથિયેટર બનવાનું છે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા પુનર્વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. આ ગાર્ડનને શહેરના એક આર્કિટેકે ૧૯૯૬માં ડિઝાઈન કર્યું હતું.

પુનર્વિકાસ પ્રોજેક્ટના રિપોર્ટ પ્રમાણે નવું એમ્ફીથિયેટર ૩ હજાર સ્ક્વેર ફીટમાં બનશે અને તેમાં બે માળનું જિમ્નેશિયમ પણ હશે. જિમ્નેશિયમ પહેલાથી જ ત્યાં હતું પરંતુ તેનો ઉપયોગ થતો નહોતો. નવી ડિઝાઈનમાં બે માળનું જિમ્નેશિયમ હશે જે ૬ હજાર સ્ક્વેર ફીટને કવર કરશે.

રિપોર્ટ પ્રમાણે, પાર્કમાં હેલ્થ કેફે પણ હશે. જેમાં સ્ત્રી અને પુરુષો માટે અલગ જગ્યા હશે. નવી ડિઝાઈનમાં તળાવ દેખાઈ તે રીતે ૨૦ બેઠકોનું ક્લસ્ટર પણ હશે. દરેક ક્લસ્ટરમાં ૧૨થી ૧૫ લોકો જેટલી ક્ષમતા ધરાવતું હશે. એકંદરરે, પાર્ક ૫૦૦થી વધુ લોકોને બેસવાની સુવિધા આપશે.

આ પ્રોજેક્ટને ડિઝાઈન કરી રહેલા શહેરના આયોજકોએ જણાવ્યું હતું કે, પહેલીવાર કોઈ મહાનગરપાલિકાના ગાર્ડનને લગભગ ૧,૪૫૦ સ્ક્વેર ફીટનો પ્રૃકિત ખૂણો મળશે. આ જગ્યા ગાર્ડન પ્રદર્શન, વાટાઘાટો અને બગીચાના કળાઓને સંગ્રહિત કરવા માટે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં કોઈ પણ ગાર્ડનનું ખાસ પાર્કિંગ નહોતું અને નવા ગાર્ડનમાં કાર પાર્કિંગની સાથે સર્વિસ રોડથી બીજાે પ્રવેશદ્વાર પણ હશે.

Follow Me:

Related Posts