પરિવર્તન ટ્રસ્ટ સંચાલિત “પ્રાણવાયુ સેવાયજ્ઞ”માં એક મેટ્રિક ટન ક્ષમતાની ઓક્સિજન ટેન્ક હંગામી ધોરણે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમા ટેન્ક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય
હાલ કોરોનાની આક્રમક અને ધાતક એવી બીજી લહેરમાં ઓક્સિજનના ઉત્પાદન અને સંગ્રહની ભારેમોટી ઊણપ વચ્ચે અમરેલી જિલ્લાને માનવતાના ધોરણે મદદરૂપ થવાની નેતા વિપક્ષ શ્રી પરેશ ધાનાણીએ કરેલ અંગત વિનંતીનો પડકાર ઝીલી અને ભાવનગર સ્થિત એપીપીએલ કંપનીએ પોતાનો પ્લાન્ટ બંધ કરાવી અને સામાન્ય માણસનો જીવ બચાવવા માટે કાર્યરત પરિવર્તન ટ્રસ્ટ સંચાલિત “પ્રાણવાયુ સેવાયજ્ઞ”માં એક મેટ્રિક ટન ક્ષમતાની ઓક્સિજન ટેન્ક હંગામી ધોરણે ઉપયોગમા લેવા માટે ત્વરિત ઉપલબ્ધ કરાવેલ હોય, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી શરદ ધાનાણી દ્રારા જીલ્લા કલેકટરશ્રી સાથે પરામર્શ બાદ જીલ્લા ભરના દર્દીઓને સમયસર અને વધુ સારવાર ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમા આ ટેન્ક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરેલ છે તેમજ શ્રી પરેશ ધાનાણીએ સમગ્ર અમરેલી જીલ્લા વતી એપીપીએલ કંપનીના માલિક શ્રી હસમુખભાઇ વિરડીયા પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી છે
Recent Comments