પરિવારની કમાણીથી નક્કી ન થઈ શકે ક્રિમી લેયર – સુપ્રીમ કોર્ટે
સંસદીય સમિતિએ ક્રિમી લેયરની વાર્ષિક આવક મર્યાદાને વધારીને ૧૫ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી હતી. સરકાર ૧૨ લાખ રૂપિયાની મર્યાદાને સ્વીકારી ચૂકી છે પરંતુ તે કૃષિ આવકને પણ ગ્રોસ ઈનકમમાં જાેડવા માગે છે. આના પર સાંસદોનો વિરોધ છે.આવક મર્યાદાને લઈને ફેરફાર જરૂર થયા છે. દર ત્રણ વર્ષ ર્ડ્ઢઁ્ તેમાં ફેરફાર કરે છે. ૮ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ એ ૧ લાખ રૂપિયા પ્રતિ વર્ષ હતી. જેમાં પ્રથમવાર ફેરફાર ૯ માર્ચ ૨૦૦૪ના રોજ થયો અને તેને ૨.૫ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવ્યો. તેના પછી ઓક્ટોબર ૨૦૦૮ (૪.૫ લાખ), મે ૨૦૧૩ (૬ લાખ) અને સપ્ટેમ્બર ૨૦૧૭( ૮ લાખ)માં ફેરફાર કરવામાં આવ્યો. તેના પછીથી અત્યાર સુધી કોઈ રિવિઝન થયું નથી. બી પી શર્માની સમિતિને ૮ સપ્ટેમ્બર ૧૯૯૩ના નોટિફિકેશની સમીક્ષા કરવાની જવાબદારી અપાઈ હતી. તેની ભલામણના આધારે જ સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને ડ્રાફ્ટ કેબિનેટ નોટ મોકલી હતી.આવક મર્યાદાને છોડીને નહીં, ક્રિમી લેયરની હાલની પરિભાષા એ જ છે જે ર્ડ્ઢઁ્એ ૮ સપ્ટેમ્બર ૧૯૯૩ના નોટિફિકેશનમાં આપી હતી. આના વિશે ૧૪ ઓક્ટોબર ૨૦૦૪ના રોજ તેમણે એક સ્પષ્ટીકરણ પણ જારી કર્યુ હતું. માર્ચમાં સંસદમાં અપાયેલી જાણકારી અનુસાર ક્રિમી લેયરની પરિભાષાને લઈે અન્ય કોઈ આદેશ જારી થયો નથી.રાજ્યસભામાં ત્રણ સાંસદો ( ૨ સપા અને એક કોંગ્રેસના)એ પુછ્યું હતું કે માત્ર ર્ંમ્ઝ્ર ઉમેદવારો માટે સરકારી નોકરીઓમાં ક્રિમી લેયરની જાેગવાઈ શું ઉચિત છે? તેના પર ૨૨ જુલાઈએ કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ઈન્દિરા સાહની કેસનો હવાલો આપતા તેને જસ્ટિફાઈ કર્યો હતો. તેમણે કહ્યું કે ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે ૈંછજી માટે પસંદ કરાયેલા ૬૩ ઉમેદવારોની ભરતી ન કરાઈ કેમકે તેઓ ક્રિમી લેયરમાં આવી રહ્યા હતા. હરિયાણા સરકારના ૨૦૧૬ના નોટિફિકેશનમાં શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન અને સરકારી નોકરીઓમાં ભરતી માટે ર્ંમ્ઝ્ર માટે ક્રિમી લેયર નક્કી કરવામાં આવ્યું હતું. કહેવાયું હતું કે ર્ંમ્ઝ્રના જે પરિવારોની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાથી ઓછી છે, તેમને પ્રથમ રિઝર્વેશન આપવામાં આવશે. તેના પછી પણ જાે સીટો રહી જાય છે તો ૩થી ૬ લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળાઓને અનામતનો લાભ આપવામાં આવશે. જે લોકો વાર્ષિક ૬ લાખ રૂપિયાથી વધુ કમાય છે, તેમને ક્રિમી લેયરમાં રખાશે.
નોન-ક્રિમી લેયરમાં વાર્ષિક આવકના આધારે બે સ્લેબ (૩ લાખ સુધી અને ૩થી ૬ લાખ સુધી) બનાવવું ગેરબંધારણીય છે. ૧૯૯૨ના ઈન્દિરા સાહની વિ. ભારત સરકારના ર્નિણયનો હવાલો આપતા સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે પછાત વર્ગના જે લોકો ૈંછજી, ૈંઁજી કે અન્ય ઓલ ઈન્ડિયા સર્વિસિઝમાં સેવારત છે કે જે બીજાઓને રોજગારી આપવાની સ્થિતિમાં છે, કે જેમની એગ્રીકલ્ચરલ ઈનકમ વધુ છે કે જેમને સંપત્તિથી આવક થાય છે, તેમને રિઝર્વેશના લાભની જરૂર નથી. તેમને પછાત વર્ગમાંથી બહાર રાખવા જાેઈએ. આ એક આર્થિક અને સામાજિક સીમા છે, જેના અંતર્ગત ર્ંમ્ઝ્ર રિઝર્વેશનના લાભ લાગુ થાય છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ર્ંમ્ઝ્ર માટે ૨૭% ક્વોટા રિઝર્વ છે. જે ક્રિમી લેયરમાં આવે છે, તેમને ક્વોટા અંતર્ગત લાભ મળતા નથી.
બીજા પછાત વર્ગ આયોગ (મંડળ પંચ)ની ભલામણોના આધારે સરકારે ૧૩ ઓગસ્ટ ૧૯૯૦ના રોજ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે સરકારી નોકરીઓમાં ૨૭% રિઝર્વેશનની જાેગવાઈ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેને પડકારવામાં આવી. તેના પર ૧૬ નવેમ્બર ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે (ઈન્દિરા સાહની કેસ) ર્ંમ્ઝ્ર માટે ૨૭ % અનામત યથાવત્ રાખ્યું અને ક્રિમી લેયરને રિઝર્વેશનના ક્વોટાથી બહાર રાખ્યું. ઈન્દિરા સાહની કેસમાં આવેલા ર્નિણય અંતર્ગત જસ્ટિસ (રિટાયર્ડ) આરએન પ્રસાદની અધ્યક્ષતાવાળી એક્સપર્ટ કમિટી બનાવાઈ હતી. તેને જ ક્રિમી લેયરની પરિભાષા નક્કી કરવાની હતી. ૮ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (ર્ડ્ઢઁ્)એ કેટલીક કેટેગરીના લોકોની યાદી બનાવી, જેના બાળકો ર્ંમ્ઝ્ર રિઝર્વેશનનો લાભ ઉઠાવી શકતા નથી. જેઓ સરકારમાં નથી, તેમના માટે ૮ લાખ રૂપિયા વર્ષે આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓના બાળકો માટે ક્રિમી લેયર તરીકે તેમની રેન્ક અને હેસિયતને રાખવામાં આવ્યો. તેમની વાર્ષિક કમાણીને નહીં. ઉદાહરણ માટે એ વ્યક્તિ ર્ંમ્ઝ્ર રિઝર્વેશનનો લાભ નહીં ઉઠાવી શકે, જેના માતા કે પિતા બંધારણીય પદ પર છે; માતા કે પિતા ગ્રૂપ-એમાં સીધી ભરતીથી આવ્યા હોય; કે માતા અને પિતા બંને ગ્રૂપ-બીના અધિકારી હોય. જાે માતા કે પિતા ૪૦ વર્ષથી ઓછી વયમાં પ્રમોશન માટે ગ્રૂપ એના અધિકારી બનેલા હોય તો તેમના બાળકો પણ ક્રિમી લેયરમાં રહેશે. આ રીતે આર્મીમાં કર્નલ કે તેનાથી ઊંચી રેન્કવાળા અધિકારી અને નેવી તથા એરફોર્સમાં સમાન રેન્કવાળા અધિકારીઓના બાળકોને પણ ક્રિમી લેયરમાં રાખવામાં આવશે. તેના ઉપરાંત પણ અન્ય અનેક શરતો રખાઈ છે. ર્ડ્ઢઁ્ તરફથી ૧૪ ઓક્ટોબર ૨૦૦૪ના રોજ જારી સ્પષ્ટીકરણ અનુસાર ક્રિમી લેયરને નક્કી કરતી વખતે વેતન અને કૃષિ જમીનથી થયેલી આવકને જાેડવામાં આવતી નથી. સંસદના ચોમાસુ સત્રમાં આ મુદ્દો ઉછળ્યો હતો. લોકસભામાં ૮ સાંસદો (સાત ભાજપાના અને એક કોંગ્રેસના)એ ક્રિમી લેયરમાં ફેરફારના વિલંબિત પ્રસ્તાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ૨૦ જુલાઈએ સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકે કહ્યું હતું કે સરકાર તેના પર વિચાર કરી રહી છે.
Recent Comments