ગુજરાત

પરિવાર વતન મહારાષ્ટ્રમાં ગયો હતો વડોદરામાં નિવૃત્ત અધિકારીના ઘરમાં ૪.૫૨ લાખના દાગીનાની ચોરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બી-૧૬૩, સુબોધનગરમાં સદાશિવ શંકરભાઇ કદમ વડોદરા ખાતે આવેલી સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાંથી સિનિયર ઓફિસર સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે રહે છે. તેઓ તા.૧૮ નવેમ્બર-૨૦૨૧ના રોજ પત્ની સાથે શુશીલાબહેન સાથે મહારાષ્ટ્રમાં વતનમાં ગયા હતા અને તા.૨૨ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ તેઓને તેમના પડોશી પ્રતિદપભાઇ શર્માએ ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું અને ઘરમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. સદાશીવ કદમ ઘરમાં ચોરીનો મેસેજ મળતા જ તા.૨૫ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ વડોદરા આવી પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમના કબાટનો સામાન સહિત ઘરનો અન્ય સામાન વેર-વિખેર જાેતા ચોંકી ઉઠ્‌યા હતા અને ઘરમાં કબાટ સહિત અન્ય જગ્યાએ મુકેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ન જાેતા ચોંકી ઉઠ્‌યા હતા. તુરંત જ તેઓ માંજલપુર પોલીસ સ્ટશનમાં ગયા હતા અને ઘરમાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

સદાશીવ કદમે ચોરીની ફરિયાદ નોંધાવતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. સદાશીવ કદમે ફરિયાદમાં તસ્કરો અડધા તોલાની સોનાની કાનની બે રીંગ, ૨૫ ગ્રામ વજનનું સોનાનું મંગળસુત્ર, ૨૦ ગ્રામ વજનના સોનાના બે સિક્કા, ૬૦ ગ્રામ વજનની સોનાની ચાર બંગડીઓ, ૫૦ ગ્રામ વજનની સોનાની એક ચેઇન, ૨૦૦ ગ્રામ વજનની ૩ જાેડ ચાંદીની ઝાંઝરી, ૫૦ ગ્રામ વજનની ૬ નંગ ચાંદીની પગની વીંટી, ૨૦૦ ગ્રામ વજનના ચાંદીના બે સિક્કા, ૩૫૦ ગ્રામ વજનની ૩ ચાંદીની વાટકી અને રૂપિયા ૨૦,૦૦૦ રોકડા મળી કુલ રૂપિયા ૪,૫૨, ૦૦૦નો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું. માંજલપુર પોલીસે સદાશીવ કદમની ફરિયાદના આધારા અજાણ્યા તસ્કરોની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સોસાયટી તેમજ નજીકના વિસ્તારોમાં ઝ્રઝ્ર્‌ફ ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે. જાેકે, પોલીસને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા નથી. માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલ સુબોધનગરમાં થયેલી ચોરીના આ બનાવે સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાવી દીધો છે. સાથે આ બનાવે લોકોમાં ચકચાર જગાવી મુકી છે.

Follow Me:

Related Posts