ગુજરાત

પરીક્ષાની ૪ દિવસ અગાઉ જાણ કરતાં વિદ્યાર્થીઓ મુંઝાયા

ગુજરાત યુનિવર્સિટીએ ૨૭ જાન્યુઆરીએ પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં ૧ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી સુધી એલએલએમ સેમેસ્ટર ૩ ની પરીક્ષા હોવાનું જણાવ્યું છે.આ પરિસ્થિતિમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તથા અમદાવાદ બહાર રહેતા વિદ્યાર્થીઓ અમદાવાદ આવે તથા પરીક્ષા દરમિયાન રહેવાની વ્યવસ્થા સહિતના પ્રશ્નો ઉભા થયા છે. જેને લઈને એનએસયુઆઈ એ પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી કરી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ જણાવ્યું હતું કે એક તરફ કોરોના છે તો યુનિવર્સિટી દ્વારા અચાનક જ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે જેની વિદ્યાર્થીઓને અપેક્ષા પણ નહોતી.

વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયાર પણ નથી.૪ દિવસમાં તૈયારી કરીને પરીક્ષા આપવી મુશ્કેલ છે જેથી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખીને પાછી ઠેલવામાં આવી તેવી અમારી માંગણી છે જેથી વિદ્યાર્થીઓ આગોતરું આયોજન કરી શકે.ગુજરાત યુનિવર્સિટીમાં પહેલી ફેબ્રુઆરીથી એલએલએમ સેમેસ્ટર-૩ની પરીક્ષા શરૂ થવાની છે.પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીએ ૨૭ જાન્યુઆરીએ જ પરિપત્ર દ્વારા જાણ કરી છે.પરીક્ષાના ૪ દિવસ અગાઉ જ પરીક્ષા અંગે જાણ કરાતા વિદ્યાર્થીઓ તૈયાર ન હોવાને કારણે પરીક્ષા મોકૂફ રાખીને નવી તારીખ આપવા માંગણી કરવામાં આવી છે. તે ઉપરાંત એનએસયુઆઈએ પણ પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી કરી છે.

Follow Me:

Related Posts