પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની સુરભી સોસાયટીમાં યુવક-યુવતીનાં ટોળાં સાથે મળીને પેપર સોલ્વ કરનારા લોકોને શોધવા પોલીસે પણ તપાસ કરી હોવાનો દાવો રજૂઆતમાં થયો છે. રજૂઆતકર્તાઓએ પરીક્ષા રદ કરવાની માગણી કરી છે. પરીક્ષાર્થીઓના દાવા મુજબ આવી તો અનેક ભરતીઓમાં ગેરરીતિ થઈ રહી છે અને થઈ ચૂકી છે. અમુક લોકો પૈસાના જાેરે સરકારી નોકરી મેળવવા માગે છે તો આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે તેની સાથે સંકળાયેલા પદાધિકારીઓ, કર્મચારીઓને કડક સજા કરવાની માગ કરાઈ છે. કોઈ પણ ભરતી કૌભાંડ એકલા હાથે કોઈ પણ કરી શકે નહીં,
જેથી તેની ન્યાયિક સમીક્ષા કરાવવી જરૂરી હોવાની રજૂઆત પરીક્ષાર્થીઓએ કરી છે. બિન સચિવાલય ક્લાર્ક સહિતની આવી તો કેટલીય ભરતીઓ ગેરરીતિના કારણે અટવાયેલી પડી છે ત્યારે બિન સચિવાયલ ભરતી કૌભાંડમાં એસઆઈટીની સ્થાપના કરવામાં આવી તે તપાસનું શું પરિણામ આવ્યું તે માહિતી પણ પરીક્ષાર્થીઓ દ્વારા માગવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સબ એકાઉન્ટન્ટ-સબ ઓડિટરની સ્પર્ધાત્મક પરીક્ષા ૧૦ ઓક્ટોબરે લેવાઈ હતી. પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત થઈ છે. ૧૫થી ૨૦ જેટલા પરીક્ષાર્થી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. રજૂઆતમાં થયેલા આક્ષેપ મુજબ ૧૦ ઓક્ટોબરે યોજાયેલી સબ એકાઉન્ટન્ટ-સબ ઓડિટરની પરીક્ષા પહેલાં જ કેટલાક લોકો આખું પેપર સોલ્વ કરી રહ્યા હતા.
Recent Comments