પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થી પકડાતા તેણે કહ્યું કે, આખો ક્લાસ ચોરી કરતો હતો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવેમ્બરમાં બીકોમની છઠ્ઠા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા ઓફલાઇન લીધી હતી. તેવામાં જ એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની આન્સર બુકમાંથી કોપી કરતો હતો, જે બાબત સુપ્રિટેન્ડેન્ટે જાેતા જ તેણે તરત જ બંને વિદ્યાર્થીઓને પકડી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીની ફેક્ટને મોકલી આપ્યો હતો.
જેથી ફેક્ટે બન્ને વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવા શુક્રવારે યુનિવર્સિટીમાં બોલાવ્યા હતા. બે પૈકીના એક વિદ્યાર્થીએ ફેક્ટને લેખિતમાં લખીને આપ્યું હતું કે “સર, મે તો ચોરી કરી છે, પણ મારી સાથે આખો ક્લાસ ચોરી કરતો હતો, સીસીટીવી ફૂટેજ મંગાવો અને ચેક કરો, તમને ખબર પડી જશે’. સુપરવાઇઝરને હાજર રહેવા આદેશ ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખવાની ફરજ પડી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ મંગાવાયા છે. આ સાથે જ ક્લાસના સુપરવાઇઝરને પણ હાજર રહેવા આદેશ કરાયો છે. ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખવાની ફરજ પડી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ મંગાવાયા છે.
આ સાથે જ ક્લાસના સુપરવાઇઝરને પણ હાજર રહેવા આદેશ કરાયો છે. ફેક્ટ વોટ્સ એપના ગ્રુપની માહિતીના સ્ક્રીન શોર્ટ આધારે નંબરોની યાદી તૈયાર કરી હતી. જે પછી સોફ્ટવેરમાં નંબરો નાંખીને તપાસ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓનો આખો ડેટા મળી ગયો. આ સાથે જ નંબર યાદી કોલેજને પણ મોકલાઈ હતી. જ્યાંથી પણ વિદ્યાર્થીઓને ડેટા મળ્યો હતો. બંને ડેટા સરખા હોવાથી ફેક્ટે સાતેય વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ નોંધ્યો હતો ‘સર, મેં તો ચોરી કરી જ છે, પણ મારી સાથે આખા ક્લાસે પણ ચોરી કરી છે. સીસીટીવી ફૂટેજ મંગાવો અને ચેક કરો. તમને ખબર પડી જશે’ આવું એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજના વિદ્યાર્થીએ નર્મદ યુનિવર્સિટીને લખીને આપ્યું છે, જેથી યુનિવર્સિટીએ કોલેજ પાસે ફૂટેજ મંગાવ્યા છે. એટલું જ નહીં, સુપરવાઇઝરને પણ ફેક્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો છે.
Recent Comments