fbpx
બોલિવૂડ

પરેશે એક ફિલ્મમાં મારા પિતાનો રોલ કર્યો હતો, ‘હંગામા ૨’માં મારી સાથે લગ્ન કર્યાઃ શિલ્પા શેટ્ટી

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાની અપકમિંગ ફિલ્મ હંગામા ૨માં પરેશ રાવલની પત્નીનો રોલ પ્લે કર્યો છે. આ રોલ વિશે તેણે અમુક વાતો શેર કરી. શિલ્પાએ કહ્યું, એક ફિલ્મમાં પરેશે તેના પિતાનો રોલ પ્લે કર્યો હતો હવે આ ફિલ્મમાં પરેશે મારી સાથે લગ્ન કરી લીધા. આ ફિલ્મ પ્રિયદર્શને ડિરેક્ટ કરી છે, તેઓ કોમેડી ફિલ્મ્સ જેમ કે ‘હેરા ફેરી’,‘માલામાલ વીકલી’ અને ‘હંગામા’ જેવી ફિલ્મ માટે ફેમસ છે.

શિલ્પાએ કહ્યું, મને યાદ છે કે મારી એક ફિલ્મમાં પરેશે મારા પિતાનો રોલ કર્યો હતો અને ‘હંગામા ૨’માં તેમણે મારી સાથે લગ્ન કર્યા, પરંતુ તેઓ પોતાની યંગ, આકર્ષક પત્નીથી ઘણા મોટા છે. ફિલ્મમાં અમારી ઉંમરનું અંતર ઓછામાં ઓછું ૧૫ વર્ષનું છે. તેઓ એવા પતિનો રોલ પ્લે કરી રહ્યા છે જે સતત વિચારે છે કે તેની પત્નીનું એક નાની ઉંમરની વ્યક્તિ સાથે અફેર છે. આ ફિલ્મ ૨૩ જુલાઈએ રિલીઝ થશે.

શિલ્પાએ કહ્યું, હું તમને વર્ણવી ના શકું કે હું કેટલી ખુશ છું. હું હંમેશાં પરેશ રાવલ સાથે કામ કરવા ઇચ્છતી હતી. તેઓ મારી બકેટ લિસ્ટમાં ટિક પર છે. પરેશ, પ્રિયદર્શન અને એક સફળ ફ્રેન્ચાઈઝીનું એક લીથલ કોમ્બિનેશન રહ્યું છે.

પરેશે શિલ્પાના પતિના રોલ વિશે કહ્યું, જાે તમારી પત્ની શિલ્પા જેવી દેખાતી હોય તો, કોઈ પણ પતિ ઈનસિક્યોર થશે. શિલ્પા પોતાના કામ પ્રત્યે બહુ પેશનેટ છે અને મને તે સૌથી વધારે ગમે છે.

પ્રિયદર્શનની કોમેડી ડ્રામા ફિલ્મ ‘હંગામા ૨’ ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મથી શિલ્પા શેટ્ટી કમબેક કરી રહી છે. તેની સાથે ફિલ્મમાં પરેશ રાવલ, પ્રણીતા સુભાષ અને મિઝાન જાફરી લીડ રોલમાં દેખાશે.

Follow Me:

Related Posts