પરેશ ધાનાણીની મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ માગઃ તાઉતેમાં નુકસાન ભોગવનારા ખેડૂતોના બેન્ક ધિરાણ માફ કરો
રાજયમાં વાવાઝોડાએ કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોચાડ્યું છે. આવા સંજાેગોમાં કૃષિ પાક અને કૃષિ સંશાધનો વસાવવા માટે ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રીય કૃત બેંકમાંથી ધિરાણ પણ મેળવ્યા છે. ખેતરમાં કુવો કરવા માટે, ઇલેક્ટ્રીક રૂમ પાણીનો ટાંકો, ટ્રેકટર, ટ્રેઇલર,ગોડાઉન, બાગાયતી પાક સહિત વિવિધ કૃષિ જરૂરિયાત માટવાવાઝોડાને કારણે પાક નાશ પામતા ખેડૂતને કોઇ આવક થાય તેમ ન હોવાથી તેનું બેંક ધિરાણ માફ કરવા અને નવું ધિરાણ મળે તેવી વ્યવસ્થા કરવા વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ માગ કરી છે.
મંદી-મોંઘવારીમાં સપડાયેલા ગુજરાતના મધ્યમ વર્ગને રેમડેસિવીર હોય કે મ્યુકર માયક્રોસીસમાં વપરાતા એમ્ફોટેરિસીન બીના ઇન્જેકશનમાં દર્દીઓ લૂટાય રહ્યા છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓ સરકારી આંકડા મુજબ ૨૨૮૧ અને હકીકતમાં ૧૦ હજાર દર્દીઓ સપડાયા છે. એમ્ફોટેરિસીન બી ઇન્જેક્શનના હવે રૂ. ૪૫૬૩થી રૂ. ૫૯૫૦ ચૂકવવા પડશે. જેના ભાવ પહેલા રૂ. ૨૯૦૦ થી રૂ. ૩૩૦૦ હતા. જેનો સીધો મતલબ એવો થયો કે, ઇન્જેકશનદીઠ રૂ. ૧૫૭૩થી રૂ. ૨૬૫૦ માતબર રકમનો વધારો ઝીંકાયો છે. સારવાર માટે એક દર્દીને કુલ ૯૦થી ૧૪૦ જેટલા ઈન્જેકશન આપવા પડે છે. સરકારના નવા પરિપત્રમાં ઈન્જેક્શન રૂ. ૨૪૦માં મળશે પણ તેની કિંમત રૂ. ૪૭૯૨થી રૂ. ૬૨૪૭ જેટલી છે.
તૌકતેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને ઘણું નુકશાન થયું છે. ત્યારે વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતુ કે, કેરીના પાક અંગે ખેડૂતોને આંબાના રોપાના રૂ. ૨૫૦, ખાડો ખોદવા-વાવેતરના રૂ.૧૬૦, દવા- ખાતરના રૂ. ૨૫, પાણી તથા મજુરી ખર્ચના રૂ. ૧૦૦ મળી કુલ રૂ. ૫૦૦ પ્રતિ આંબાદીઠ ખર્ચ છે. ૧૦ વર્ષના ઉછેર પછી કેરીની આવક વર્ષે આંબાદીઠ ૭૦૦ કિલો ટ રૂ.૪૦ ભાવ ગણતાં રૂ. ૨૮ હજાર લેખે ૧૦ વર્ષના ૨.૮૦ લાખ થતા ખેડૂતને આંબાદીઠ રૂ. ૨.૮૦ લાખ ચુકવવાની માગ કરી હતી. જ્યારે ઉનાના ધારાસભ્ય પૂજા વંશે સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫.૧૦૦ની સહાય પર્યાપ્ત ન હોવાનું જણાવ્યું હતું.
Recent Comments