fbpx
ભાવનગર

પર્યાવરણ દિન, શેત્રુંજીડેમ

શેત્રુંજી ડેમ ખાતેની ઉત્તર બુનિયાદી શાળામાં વૃક્ષરાજ વડ ના વૃક્ષ રોપીને તેમજ નર્સરીમાં 12000 રોપાઓ ના ઉછેરવાના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે અહીં વાવાઝોડા દરમિયાન પડી ગયેલા અને ક્ષતિગ્રસ્ત 68 વૃક્ષો ઉભા કરીને પુનઃસ્થાપન નું કામ કરવામાં આવ્યું હતું તેમજ અહીંની શાળા નર્સરી ખાતે તુલસી, ગીલોઈ, એલોવીરા, અશ્વગંધા, શતાવરી, ખરખોડી ,અરડૂસી આમળા જેવા બહુ ઉપયોગી ઔષધીય રોપાઓ ઉછેરવામાં આવનાર છે. આ કાર્યમાં સંસ્થાના નિયામક લાલજીભાઈ સોલંકી, પ્રિન્સિપાલ અર્જુનભાઈ પરમાર, વાલાભાઈ બાબરીયા તેમજ શાળા પરિવાર આ માટે સક્રિય રહેલ છે . આ સત્કાર્યમાં પર્યાવરણના હેતુને લક્ષમાં રાખીને સંસ્થાને મુંબઈ સ્થિત દાતા સુશીલાબેન પરમાંણદભાઈ શાહ તરફથી વૃક્ષો રક્ષણ માટે ટી ગાર્ડ પણ ફાળવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts