પર્યુષણ પર્વ નિમિતે કતલખાના અને માંસમટન વેચાણ બંધ રાખવા અંગે અપીલ 
જૈન ધર્મના અતિ પવિત્ર તહેવાર પર્યુષણ આગામી તા. 24/08/2022 થી 31/08/2022 સુધી હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન,ચીકન,મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા એનીમલ હેલ્પલાઈન દ્વારા રાજ્યની દરેક મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ મળતા, સરકાર દ્વારા રાજ્યની દરેક મહાનગરપાલિકાને આગામી તા. 24/08/2022 થી 31/08/2022 સુધી કતલખાના અને મીટ શોપ બંધ રાખવા માર્ગદર્શન અપાયું છે.
તંત્ર દ્વારા દર વર્ષ આ અંગેનું જાહેર નામું બહાર પાડવામાં આવે છે. છતાં એવું જોવા મળે છે કે કતલખાનાઓ, માંસની દુકાન ગેરકાયદેસર રીતે ચાલુ રહે છે. આ વર્ષે આવું ન થાય અને જાહેરનામાંનો કડક અમલીકરણ થાય તેવી એનિમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા દ્વારા વિનંતી કરવામાં આવી છે. તેમજ તા.09/09/2022નાં રોજ દિગંમ્બર જૈન સવંત્સરી હોય તેને પણ આ જાહેરનામામાં સામેલ કરી તેનો પણ કડક અમલીકરણ કરાવવા વિનંતી કરવામાં આવી છે. તે જ રીતે પર્યુષણનાં આ જાહેરનામાં કાયમી ધોરણે , બાય ડિફોલ્ટ , દર વર્ષે પર્યુષણ પર્વ માટે અમલમાં આવી જાય તેવી રજૂઆત કરાઈ છે.
Recent Comments