પર્યુષણ પર્વ નિમિતે સમગ્ર રાજ્યમાં કતલખાના, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે એનીમલ હેલ્પલાઈનની રજૂઆત
જૈન ધર્મના અતિ પવિત્ર તહેવાર પર્યુષણ આગામી તા. ૨૪/૮/૨૨ થી ૩૧/૮/૨૨ થી ૧૧/૯/૨૨ સુધી હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન,ચીકન,મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા એનીમલ હેલ્પલાઈન દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા દર વર્ષ આ અંગેનું જાહેર નામું બહાર પાડવામાં આવે છે.
આ વર્ષે પણ ગુજરાતનાં દરેક જીલ્લા, શહેર અને ગામમાં સત્વરે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી તથા એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા કરવામાં આવી છે.
Recent Comments