fbpx
રાષ્ટ્રીય

પલક તિવારીએ બોલીવુડના ‘ભાઇજાન’નું આ સિક્રેટ ખોલી નાંખ્યું

બોલીવુડ સ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મની રિલીઝ થવાને હવે ગણતરીની કલાકો બાકી છે. આગામી ૨૧ એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થનારી આ મુવીમાં સલમાન ખાન તેમજ પૂજા હેગડે, શેહનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, ભૂમિકા ચાવલા તથા વિજેન્દ્રસિંહ સહિતના અનેક કલાકારો જાેવા મળશે. શું કહ્યું પલકે?.. પલક તિવારીએ સલમાન ખાનના ફાટેલા શૂઝ અંગે ખુલાસો કર્યો છે. તેણે બોલીવુડ લાઈફને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે આ સિક્રેટ જણાવ્યું હતું. તે સમયે પંજાબી સિંગર અને એક્ટર ગીર પણ તેની સાથે ઉપસ્થિત હતો. પલકે ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાન અંગે કહ્યું હતું કે, તેઓ ક્યારેક સેટ પર સુપરસ્ટારની જેમ આવતા નથી. તેણે ઉમેર્યું કે, સલમાન ખાન બહુ મોટો સ્ટાર હોવાનું લોકોને લાગે છે, પરંતુ તે જમીન સાથે જાેડાયેલો માણસ હોવાનું જાણતા નથી.

તેણે વધુમાં કહ્યું હતું કે, લોકોને કેવી રીતે ટ્રિટ કરવા તે સલમાન જાણે છે. તેઓ સેટ પર દરેક સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરે છે. જેના કારણે અમે કોઈ મોટા સ્ટાર સાથે કામ કરી રહ્યા હોવાનું લાગતું નથી. જસ્સી ગિલ પણ પલકની આ વાત સાથે સહમત થયો હતો. તેણે કહ્યું હતું કે, ભાઇજાન સેટ પર માત્ર શોર્ટ્‌સ અને ચંપલ પહેરીને આવે છે. આ પછી બંને સ્ટાર્સે સલમાન ખાનના શૂઝનો પણ ઉલ્લેખ કર્યો હતો. પલકે ઇન્ટરવ્યૂ દરમિયાન વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિ સલમાન ખાન પાસે ઘણા બધા પૈસા હોવાનું માને છે. તેની પાસે ઘણું છે, તેવું લોકોને લાગે છે. પરંતુ સલમાન ઘણી વખત ફાટેલા શૂઝ પહેરીને આવતા હોવાની વાત જાણી લોકોને આશ્ચર્ય થશે. આ દરમિયાન જસ્સી ગિલે કહ્યું હતું કે, હું પણ આ જ કહેવા જઈ રહ્યો હતો. સલમાન ખાન દરરોજ જે લેધરના શુઝ પહેરે છે, તે ફાટેલા હોય છે. તેમાં કાણું પડી ગયું હોય છે. છતાં પણ તેઓ તે જ શૂઝ પહેરીને જ શૂટ પર આવે છે.

એક વખત અમે હિંમત કરીને સલમાનને આ બાબતે પૂછ્યું હતું. ત્યારે તેમણે તેમના તે શુઝ ખૂબ જ કન્ફર્ટેબલ હોવાનું કહ્યું હતું. જેના કારણે ફાટેલા હોવા છતાં પણ સલમાન તે શૂઝ પહેરે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મ ફરહાદ સામજી દિગ્દર્શિત છે. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થવાની તૈયારીમાં છે. સોમવારથી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મે પહેલા દિવસે એડવાન્સ બુકિંગથી એક કરોડ સુધીની કમાણી કરી હતી. જાે કે, આ ડેટા અંદાજિત છે અને સાચા ડેટા હજી જાહેર થયા નથી.

Follow Me:

Related Posts