fbpx
ગુજરાત

પલસાણામાં માતાએ ઠપકો આપતા દિકરો ઘર છોડી ભાગી ગયો

પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ દત્તકૃપા સોસાયટીના કુબેર પ્લેસમાંના મકાન નંબર ૩૦૧ માં રહેતા મુન્નાકુમાર બબન સિંહ (૩૪) જેઓ મૂળ રહે.રોનીપુરગામ થાના પાલીગંજ જી.પટના( બિહાર)ના છે અને હાલ વરેલી ખાતે આવેલ ગગન ડાંઇંગ પ્રિન્ટિંગ મિલમાં ફોલ્ડિંગ ખાતામાં નોકરી કરી ગુજરાન ચલાવી પત્ની મીનાદેવી અને ૧૧ વર્ષીય પુત્ર સમીર ઉર્ફ ગોલુ તેમજ સાળો ઇમામુદિન સાથે રહેતા હતા. ગત શુક્રવારના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસમાં પુત્ર સમીર તેના મિત્રો સાથે નજીક બજારમાં નોટબુક લેવા માટે ગયો હતો અને બપોરે ૨ વાગ્યે પરત આવતા ‘આટલું મોડું કેમ થયું” એમ કહી માતા મીનદેવીએ પુત્ર સમીરને ઠકપો આપ્યો હતો જેથી સમીર ઘરેથી નીકળી ક્યાંક ચાલ્યો ગયો હતો જે મોડી સાંજ સુધી પણ ઘરે નહિ આવતા પરિવારના લોકો તેની શોધખોળ કરી હતી

સગા સંબંધી તેમજ મિત્રોને ત્યાં શોધ્યા બાદ નહિ મળી આવતા પિતાએ કડોદરા પોલિસ મથકના અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.વરેલીમાં રહેતા એક પરપ્રાંતી પરિવારનો ૧૧ વર્ષીય દીકરો બપોરમાં સમયમાં તેની સાથે ભણતા મિત્રો સાથે નજીક દુકાનમાં નોટબુક લેવા માટે ગયો અને નોટબુક લઈ ને ૨ કલાક બાદ ઘરે આવતા માતાએ પુત્રને ઠપકો આપ્યો હતો જેથી રિસાયેલા પુત્રએ ઘર છોડી ક્યાંક ચાલ્યા જતા મોડી રાત સુધી માતાપિતાએ શોધખોળ બાદ પોલિસમાં ફરિયાદ આપી હતી.

Follow Me:

Related Posts