પલસાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો

પલસાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાતા ખભળાટ મચી ગયો છે. પીડિતા યુવતીએ કોન્સ્ટેબલે મારઝૂડ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલે યુવતીના અશ્લીલ ફોટા પાડ્યા પછી બ્લેકમેલ કરવા લાગ્યો હતો તેમજ આ ફોટા બતાવી અને માર મારી પરાણે શરીરસુખ માણતો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ગત માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન પીડિતા યુવતી માસ્ક વગર પકડાઇ હતી અને આવી રીતે તે ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. માસ્ક વગર પકડાયેલી યુવતીને કારમાં પોલીસ મથક લઈ જવાનું કહી સ્પ્રે છાંટી બેભાન કરી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ યુવતીના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા.
આ પછી તો યુવકને જ્યારે ઇચ્છા થાય ત્યારે તે યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. ગત માર્ચથી અત્યાર સુધીમાં કોન્સ્ટેબલે યુવતી સાથે વારંવાર શરીરસુખ માણ્યું હતું. યુવતી ઇનકાર કરે તો ફોટા બતાવી મારઝૂડ કરતો હતો અને પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો.
આમ, પોલીસ કોન્સ્ટેબલની હરકતથી કંટાળી યુવતીએ પલસાણા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના બાબતે બારડોલી પીઆઈ તપાસ કરી રહ્યા છે.
Recent Comments