પવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ: શક્તિસિંહ ગોહિલ
રાજ્યસભા સાંસદ, પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધો એ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમી છાંટણા થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ” પરથી જ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે. આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાર્થના.
Recent Comments