પશુપતિનાથ મંદિરમાંથી ૧૦ કિલો સોનાની ચોરી, મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ
નેપાળની રાજધાની કાઠમંડુ સ્થિત પશુપતિનાથ મંદિરમાંથી ૧૦ કિલો સોનું ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પશુપતિનાથ મંદિરમાં ૧૦૦ કિલો સોનામાંથી ૧૦ કિલો સોનાના આભુષણ ચોરાઈ ગયા છે. આ સમાચાર સામે આવતા જ નેપાળમાં ભક્તજનોમાં હોબાળો મચી ગયો છે. વિશ્વ પ્રસિદ્ધ પશુપતિપથ મંદિરમાં સોનાની ચોરી થયાની ચર્ચા નેપાળમાં સંસદથી માંડીને આમ જનતા વચ્ચે ચર્ચાઈ રહી છે. નેપાળ પોલીસે સોનાની ચોરી મામલે કેસ નોંધ્યો છે. પશુપતિનાથ મંદિર સંકુલ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ગઈકાલ રવિવારે બપોરથી પશુપતિનાથ મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે જાણો કે આ સમગ્ર મામલો છે શું ? નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા ઝ્રૈંછછ હવે પશુપતિનાથ મંદિરમાં ૧૦૦ કિલો જ્વેલરીમાંથી ૧૦ કિલો સોનું ગાયબ થવાની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પશુપતિનાથ મંદિર નેપાળનું સૌથી જૂનું હિન્દુ મંદિર છે.
જેમાં સોનાના બનેલા આભૂષણો છે, જે ગયા વર્ષે મહાશિવરાત્રીના દિવસે મંદિરની અંદરના શિવલિંગની આસપાસ સ્થાપિત કરવામાં આવ્યા હતા. જ્યારે સંસદમાં મંદિરમાંથી ૧૦ કિલોના ઘરેણાની ચોરીના અહેવાલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તેના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારે નેપાળ સરકારે હવે તેની તપાસ શરૂ કરવાની સૂચના આપી છે. નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા ઝ્રૈંછછ એ તપાસ માટે સોનાની જ્વેલરીનો કબજાે લીધો છે. સમાચાર એજન્સી ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, નેપાળના પૂર્વ વડાપ્રધાન અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (ેંસ્ન્)ના પ્રમુખ કેપી ઓલી પોતાને નાસ્તિક ગણાવે છે. કેપી શર્મા ઓલીએ ફેબ્રુઆરીમાં નેપાળના હિંદુ સમુદાયને ખુશ કરવા માટે એક લોકપ્રિય કૃત્ય કર્યું હતું. તેમણે પશુપતિનાથ મંદિરમાં ૧૦૪ કિલો સોનું અર્પણ કર્યું હતું. પશુપતિનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત મંદિર છે. કેપી શર્માએ સોનું ચઢાવ્યું હતું, જેમાંથી શિવલિંગ માટે ‘જલહરી’ ઘરેણાં બનાવવામાં આવ્યા હતા. પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ (ઁછડ્ઢ્) ના એક સૂત્રે, ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ‘જલહરી’ જ્વેલરી સામાન્ય રીતે ચાંદીની બનેલી હોય છે, પરંતુ તત્કાલીન પીએમ ઓલીની સૂચના પર જલહરી જ્વેલરીને સોનાથી બદલવામાં આવી હતી.
પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ (ઁછડ્ઢ્) એ સોનું ખરીદવા માટે ૫૦ કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. આ સોનું સેન્ટ્રલ બેંક ઓફ નેપાળમાંથી ખરીદવામાં આવ્યું હતું. બાદમાં રાજ્યની તિજાેરીમાંથી સોનું ખરીદવા માટે વધારાના રૂ. ૩૦ કરોડ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ પાછળથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ૧૦૪ કિલો સોનામાં ૭ કિલો કરતાં થોડી વધુ અન્ય સામગ્રી જેવી કે ચાંદી અને તાંબુ ભેળવવામાં આવ્યું હતું. હવે ફરિયાદ નોંધાયા બાદ સીઆઈએએ મામલાની નોંધ લીધી છે. તેને ગયા મહિને સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પીએમ ઓલીની હાજરીમાં પશુપતિનાથ મંદિરમાં જલહરીનું ઉતાવળમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. ગયા મહિને પૂર્વ પીએમ ઓલીએ સંસદમાં કહ્યું હતું કે, પીએમ તરીકે સોનું સાચું છે કે ભેળસેળવાળું છે તે શોધવાનું તેમનું કામ નથી. વર્તમાન વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ ગૃહમાં ઓલીના ખુલાસાનું સમર્થન કર્યું હતું.
Recent Comments