પશુપાલકોને બેવડો માર, લમ્પીથી ગાય મૃત્યુ પામે તો સહાય અને નિભાવ ખર્ચ બંધ કરતી આ ભાજપની સરકાર : પરેશ ધાનાણી
ગુજરાતનાં ખેડુતો–પશુપાલકોની માઠી બેઠી હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે, એક તરફ લમ્પી વાયરસથી ગાયોના મોત થઈ રહયા છે, પશુપાલકોની આજીવિકા છીનવાઈ રહી છે છતાં લમ્પીથી થતા પશુઓના મોતના કિસ્સામાં કોઈ સહાય જાહેર આ ભાજપની સરકારે કરી નથી, બીજી તરફ રાજય સરકારે થાયોના નિભાવ માટે એક ગાય દીઠ રૂા. ૯૦૦ ની સહાય ચુકવવામાં આવતી હોય છે, તે પણ બંધ થઈ જશે આમ પશુપાલકોને બેવડો માર પડશે.
રજાયમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહયો છે અત્યાર સુધીમાં અઢી હજારથી વધુ પશુઓ મૃત્યુ પામ્યાનો અંદાજ છે,રસીકરણ ઝુંબેશ વચ્ચે હાલ રોજે રોજ ગોૈવંશના મોત થઈ રહયા છે, લમ્પીથી મોતના કિસ્સામાં સહાયની કોઈ યોજના અમલી નથી અને સરકારે કોઈ જાહેર પણ કરી નથી, માલધારીઓ અને ખેડુતો સહાય માટે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી, બીજી તરફ આ ભાજપ સરકારના ”આત્મા પ્રોજેકટ” હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા ગાયોના નિભાવ માટે ગાય દીઠ રૂા. ૯૦૦ ચુકવવામાં આવે છે, તે યોજના હેઠળ લાભાર્થીઓનું વેરીફીકેશન દરેક જીલ્લામાં કરવામાં આવી રહયું છે.
હવે લમ્પીથી કોઈ પશુપાલકની ગાયનું મોત થયુ હોય તો તેને હવે આ યોજના હેઠળ મળતો લાભ પણ બંધ આ ભાજપ સરકારે કરેલ છે. એક ગાય દીઠ મહિને રૂા. ૯૦૦ લેખે વર્ષે ૧૦૮૦૦ ચુકવવામાં આવે છે. દર છ મહિને ખેડુતને સીધા ખાતામાં સહાય મળે છે, હવે સપ્ટેમ્બરનો હપ્તો ચુકવાય તે પહેલા સર્વેમાં લમ્પીથી મોત થયા હોય અને એક ગાય હોય તેવા ખેડુત, પશુપાલકનું નામ નામ કમી થઈ જશે.
આ ભાજપ સરકારના નિયમો પણ વિચિત્ર છે કે ખેડુત, પશુપાલક પાસે ગમે તેટલી ગાય હોય એક જ ગાયનો નિભાવ ખર્ચ મળે બીજુ વાછરડું હોય તો તેનો નિભાવનો ખર્ચ પણ આ ભાજપ સરકાર નહી આપવાનો નિયમનો વિરોધ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કર્યો છે.
Recent Comments