fbpx
રાષ્ટ્રીય

પશુપાલકો ખેડૂત ડેરી વ્યવસાય કરવા માગે છે તો તેમને સરળતાથી લોન મળશે?!..

ગામડા વિસ્તારમાં ઘણા એવા બિઝનેસ છે કે જેની મદદથી ખેડૂતો ઘણી સારી કમાણી કરી શકે છે. ભારત દેશમાં ખેતી અને પશુપાલન પર ઘણી જન સંખ્યા ર્નિભર છે. ડેરી ઉદ્યોગને વધારવા માટે સરકાર પણ પ્રયાશો કરી રહી છે. તેના માટે સબસીડી અને ઓછા વ્યાજની લોન આપવામાં આવી રહી છે. જાે કોઈ ખેડૂત ડેરી વ્યવસાય કરવા માગે છે તો તેમને સરળતાથી લોન મળશે. એસબીઆઈ બેન્ક ખેડૂતોને ડેરી ઉદ્યોગ માટે લોન આપી રહી છે. આ લોન વિવિધ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં બેન્ક દૂધ ભેગું કરવા માટે બાંધકામ કરવા, ઓટોમેટિક મિલ્ક મશીન ખરીદવા, દૂધ એકત્ર કરવાની સિસ્ટમ, પરિવહન માટે યોગ્ય વાહન માટે લોન આપે છે. આ લોનનો વ્યાજદર ૧૦.૮૫% થી લઈને ૨૪% હોય છે. આ કામો માટે લોન મળશે તે જાણી લો… ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ માટેના મશીન ખરીદવા માટે મહત્તમ ૧ અખાની લોન મળવા પાત્ર છે.

આ સિવાય ભવન નિર્માણ માટે ૨ લાખ રૂપિયા, દૂધ હેરફેર માટેની ગાડી માટે ૩ લાખ રૂપિયા, અને દૂધ ઠંડુ રાખતા મશીન માટે ૪ લાખ રૂપિયાની લોન બેન્ક આપે છે. આ લોન ૬ મહિનાથી લઈને ૫ વર્ષમાં પરત કરવાની હોય છે. આ લોનની ખાસ વાત એ છે કે તેમાં ખેડૂતોએ કોઈ પણ સંપત્તિ ગીરવે મુકવાની હોતી નથી. દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ડેરી ઉદ્યોગ હેઠળ દૂધ વ્યવસાય માટે ૨૫% રકમ સબસીડી પેટે મળે છે. એમાં પણ જાે તમે અનામત લાભાર્થી છો તો ૩૩% મળશે, પણ તેમાં તમારે ૧૦ પશુઓ સાથે બિઝનેસ કરવાનો રહેશે. તેના માટે એક પ્રોજેક્ટ ફાઈલ તૈયાર કરીને નાબાર્ડ બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts