વિડિયો ગેલેરી

પશુપાલનથી શ્વેતક્રાંતિ દ્વારા સમૃદ્ધિના દ્વારા ખોલવા માટે આહ્વાન કરતા રાજ્યમંત્રી

અમરેલી જિલ્લાના જંગર મુકામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં પશુપાલનના આર્થિક અને સામાજિક મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કેરાજ્ય સરકાર પશુપાલકોના હિત માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ સેવા દ્વારા પશુઓને તાત્કાલિક આરોગ્ય સારવાર સુલભ બની છેજે પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

તેમણે પશુપાલન થકી શ્વેતક્રાંતિ લાવી અને સમૃદ્ધિના દ્વાર ખોલતા બનાસકાંઠા સહિતના પુશપાલન આધારિત  જિલ્લાના પશુપાલકોની સફળતાના ઉદહારણ રજૂ કરી અને અમરેલી જિલ્લાના ખેડૂતોને ખેતી સાથે પશુપાલન અપનાવી વધારાની આવક પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ પશુઓમાં ફેલાતા બ્રુસેલા વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી રસી અંગે માહિતી આપી અને વ્યાપક રસીકરણ કેમ્પો યોજી જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

આ સાથે તેમણે અમરેલી તથા વડિયા-કુંકાવાવ તાલુકાના કૃષિકારોને લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન (SAUNI) યોજનાના પાણીથી તળાવો ભરવાના મહત્વાકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમજ વિધાનસભાના તમામ ૧૧૫ ગામોમાં આગામી સમયમાં તળાવો ખોદવાની કામગીરી હાથ ધરાશે તેવી પણ જાહેરાત કરી હતી.

આ પ્રસંગે અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયાએ સેક્સ સોર્ટેડ સિમેન થકી વાછરડીના સફળ જન્મ અંગે માહિતી આપી અને અમર ડેરી દ્વારા પશુપાલન ક્ષેત્રે અમલમાં મૂકાતી વિવિધ આધુનિક સેવાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રાહતદરે ઉપલબ્ધ એમ્બ્રિયો ટેકનોલોજીનો લાભ લેવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો.

આ શિબિરમાં વક્તાઓ દ્વારા પશુપાલકોને રાજ્ય સરકારની યોજનાઓ અને રસીકરણ સહિતના અભિયાનો અંગે માર્ગદર્શન અપાયું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનશ્રી માંગરોળીયાકુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરશોત્તમભાઈ હીરપરાઅગ્રણીશ્રી મનોજભાઈ હપાણીશ્રી.વસાણીશ્રી ઢોલરીયા,  આસપાસના ગામનાસરપંચશ્રીઓપશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ તેમજ વિવિધ ગામના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts