fbpx
અમરેલી

પશુ ચિકિત્સા કચેરી દ્વારા અમરેલી તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાશે

પશુ ચિકિત્સા કચેરી, પશુ દવાખાના દ્વારા નાના આંકડિયા સ્થિત કડવા પટેલ સમાજ ખાતે આગામી તા.૨૬ ફેબ્રુઆરી, ૨૩ને રવિવારના રોજ સવારે ૮.૦૦ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન અમરેલી તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં પશુપાલન નિષ્ણાંતો દ્વારા, પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદન, આદર્શ પશુપાલન, નફાકારક પશુપાલન, બચ્ચા ઉછેર પશુપાલનને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે. આથી, અમરેલી તાલુકાના પશુપાલકોને આ શિબિરમાં જોડાવા પશુચિકિસ્તા અધિકારીશ્રી અમરેલીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts