પશ્ચિમબંગાળના તળાવમાંથી નીકળ્યા સોનાના બિસ્કીટ!.. BSF ટીમે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બીએસએફે સોમવારે કલ્યાણી સરહદ ચોકી વિસ્તારના તળાવમાંથી લગભહ ૨.૫૭ કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. અધિકારીઓએ એવી પણ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, બીએસએફની એક ટીમે વિશેષ સૂચનાના આધાર પર સોનું હોવાની શોધ થતાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. બીએસએફે એક નિવેદનમાં કહ્યું કે, તળાવમાં સોનાના ૪૦ બિસ્કીટ મળી આવ્યા, જપ્ત સોનાની બજાર કિંમત ૨.૫૭ કરોડ રૂપિયા છે.
નિવેદનમાં કહેવાયું છે કે, અમુક મહિના પહેલા પીછો કરતા એક તસ્કરે તળાવમાં છલાંગ લગાવી દીધી અને સોનું છુપાવી દીધું હતું. બીએસએફના એક નિવેદનમાં કહેવાયું છે કે,જ્યારે અમે તેનો પકડ્યો તો, તેના કબ્જામાં કંઈ નહોતું મળ્યું. એટલા માટે અમે તેનો છોડી મુક્યો. તેણે સોનુ તળાવમાં છુપાવી દીધું હતુ અને તેને પાછા મેળવવાના મોકો શોધી રહી હતી. નિવેદનમાં કહેવાયું છે કે, બીએસએફ સાઉથ બંગાળ ફ્રંટિયરે ૨૦૨૨માં ૧૧૩ કિલોથી વધારે સોનું જપ્ત કર્યું છે.
Recent Comments