પશ્ચિમબંગાળના મસ્જિદમાં ઇફ્તાર પાર્ટી બાદ ૧૦૦થી વધુને ફૂડ-પોઇઝનિંગ, ઘણાંની હાલત છે ગંભીર
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરણાની એક મસ્જિદમાં રમઝાનની નમાઝ પછી ઇફ્તાર કર્યા બાદ ૧૦૦થી વધુ લોકો બીમાર પડ્યા હતા. લોકોને તાત્કાલિક કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોની હાલ ગંભીર છે. આ ઘટના શુક્રવારે કુલતલી વિસ્તારના પખિરાલય ગામમાં ઘટી છે. લોકોની સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યુ હતુ કે, તમામને ફૂડ પોઇઝનિંગ થયું છે.
ડો. હોરીસાધન મંડલે કહ્યુ હતુ કે, ‘ગઈ રાતે કેટલાક બીમાર લોકોને ઉલટી અને પેટમાં દુખાવાની સાથે મારા નર્સિંહ હોમમાં આવ્યા હતા. અમને લાગે છે કે, આ ઘટના ઇફ્તાર પાર્ટી બાદ ફૂડ પોઇઝનિંગને કારણે થયું છે, જ્યાં તેમણે રોઝા પત્યાં પછી ભોજન લીધું હતું.’ તો બીજી તરફ, બીમાર પડેલા એક વ્યક્તિની પત્નીએ નરેન્દ્રપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે, રમઝાનના પવિત્ર મહિનાના પહેલા દિવસે ઉપવાસ તોડવા માટે લોકો સ્થાનિક મસ્જિદમાં પહોંચ્યા હતા અને ત્યાં જમ્યા બાદ લોકો બીમાર પડ્યા હતા. શનિવાર સુધીમાં બીમાર પડનારા લોકોની સંખ્યા વધવા લાગી હતી અને તેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હજુ સુધી બીમાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Recent Comments