પશ્ચિમ બંગાળના બર્દવાનમાં પ્રેમી યુગલે હોટેલના બંધ રૂમમાં ફાંસી લગાવી લીધી
પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બર્દવાનના ટિંકોનિયા વિસ્તારની એક હોટેલમાંથી ફૂલોના હાર પહેરેલા પ્રેમી યુગલની લાશ મળી આવી હતી. રવિવારે બપોરના આ બનાવથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આત્મહત્યા કરનાર પ્રેમીઓની ઓળખ મહાદેવ માંઝી (૨૦) અને પ્રિયંકા મિત્રા તરીકે થઈ છે. મૃતક પ્રેમીનું ઘર બાંકુરા જિલ્લામાં છે . આ ઘટનાની જાણકારી મળતા જ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રિયંકા મિત્રા હાલમાં તેના પરિવાર સાથે બર્દવાન શહેરના ઇચલાબાદ વિસ્તારમાં પોતાના પરિવારની સાથે ભાડેથી મકાન લઈ રહી હતી.
આજે સવારે મહાદેવ માઝી તેને લઈને હોટેલના રૂમમાં આવ્યા હતા. હોટેલના કર્મચારી તાપસ કાંતિ મંડલે જણાવ્યું કે, મહાદેવ માંઝીએ શનિવારે બપોરે હોટેલના ચોથા માળે એક રૂમ ભાડે લીધો હતો. રવિવારે સવારે ૧૦ વાગ્યે તે એક યુવતી સાથે હોટેલના રૂમમાં પ્રવેશ્યો હતો. હોટેલ સ્ટાફ દ્વારા પૂછવામાં આવતા મહાદેવ માંઝીએ કહ્યું કે આ તેની બહેન છે. તે પછી તે યુવતી સાથે રૂમમાં પ્રવેશ્યો, પરંતુ હોટેલનો રૂમ લાંબા સમય સુધી ન ખૂલ્યો, પછી હોટેલ સ્ટાફને શંકા ગઈ. તેણે ફોન કર્યો, પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ત્યારબાદ તેણે બર્દવાન પોલીસ સ્ટેશનને જાણ કરી. પોલીસે દરવાજાે તોડીને ફાંસીમાંથી લટકતી લાશ બહાર કાઢી. પ્રેમી યુગલના મૃતદેહને બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા છે.
ત્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હોટેલના સ્ટાફે જણાવ્યું કે જ્યારે પોલીસ રૂમમાં પ્રવેશી ત્યારે બંનેના ગળામાં વરમાળા હતી. રૂમમાંથી સિંદૂરની ડબ્બી પણ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે બંનેએ પહેલા વરમાળા પહેરાવી હશે. જે બાદ યુવતીને સિંદુર પૂરવામાં આવ્યું અને રવિવારે હોટેલના રૂમમાં લગ્ન કરી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી છે. ડીએસપી ટ્રાફિક રાકેશ ચૌધરીએ જણાવ્યું કે બે લાશો ફાંસીમાંથી લટકતી મળી આવી છે. બંને મૃતકોનું ઘર બાંકુરામાં છે. પોલીસે તપાસ શરૂ કરી છે.જાે કે હોટેલની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે. આટલા સમય પછી હોટેલમાંથી પોલીસને કેમ જાણ કરવામાં આવી?
Recent Comments