પશ્ચિમ બંગાળમાં પેસેન્જર બસમાં ભીષણ આગ લાગતા ૩૦ લોકો દાઝ્યા
પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં શુક્રવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ઓડિશાના પારાદીપ જતી લક્ઝરી એસી બસમાં આગ લાગી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૦ લોકો દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગની આ ઘટના માદપુરમાં નેશનલ હાઈવે-૧૬ પર બની હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.. આગ લાગ્યા બાદ બસ સળગવા લાગી હતી. તમામ મુસાફરોએ બસની બારીઓ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
ગમે તે રીતે દરેક લોકો બહાર નિકળી ગયા હતા. આ દરમિયાન તમામ મુસાફરો દાઝી ગયા હતા. કેટલાક નીચે ખાડામાં પડ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ જિલ્લાના એસપી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.. જાે કે કોઈ પણ રીતે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પશ્ચિમ બંગાળના મંત્રી માનસ રંજન ભુનિયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આગ ઓલવવામાં સ્થાનિક લોકોએ પણ ઘણી મદદ કરી હતી. આ ઘટના રાત્રે ૧૦ વાગ્યે માધબપુર નજીક બની હતી. આ બસ સાંજે ૫ વાગ્યે બાબુઘાટથી નીકળી હતી.
Recent Comments