પશ્ચિમ બંગાળમાં સાંસદના ઘરે દેશી બોમ્બ વડે હુમલો થતાં ભાજપ દ્વારા NIA તપાસની માગ
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. તેઓ અર્જુનને નમાવી નથી શકતા એટલે અર્જુનના પરિવારને હેરાન કરી રહ્યા છે. જ્યારથી અર્જુન પાર્ટીમાં આવ્યા છે ત્યારથી આ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અર્જુન સિંહ પહેલા મમતા બેનર્જીની પાર્ટીમાં હતા.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે લખ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પ્રચંડ હિંસા ઘટવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. અર્જુન સિંહના ઘરની બહાર બોમ્બ વડે હુમલો થયો તે કાયદા અને વ્યવસ્થા પ્રત્યેની ચિંતા વધારે છે. પોલીસ આ અંગે આકરી કાર્યવાહી કરે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘર બહાર ક્રુડ બોમ્બ વડે હુમલો થયો છે. જાણવા મળ્યા મુજબ ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં અર્જુન સિંહના ઘર બહાર ૩ ક્રુડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ઘર બહાર સુરક્ષાદળોની તૈનાતી વચ્ચે થયેલા આ હુમલાને લઈ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. ભાજપે સાંસદના ઘરે થયેલા આ હુમલાની ટીકા કરી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પણ આ હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર ક્રુડ બોમ્બ વડે કોણે અને શા માટે હુમલો કર્યો તે હાલ અસ્પષ્ટ છે. જે વખતે હુમલો થયો તે સમયે અર્જુન સિંહ ઘરે નહોતા, દિલ્હી હતા. ઘરે તેમનો પરિવાર ઉપસ્થિત હતો. હાલ અર્જુન સિંહના ઘરની આજુબાજુ લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.
Recent Comments