fbpx
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ભાજપ પરિવારની સત્તાનો અંત લાવશે : અમિત શાહ

હૈદરાબાદ. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આવી રાજનીતિ સૌથી મોટું પાપ છે અને દેશ વર્ષોથી ભોગવી રહ્યો છે. પરંતુ હવે વંશવાદની રાજનીતિનો અંત આવશે. પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ભાજપ પરિવારની સત્તાનો અંત લાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશમાં આવનારા ૩૦થી ૪૦ વર્ષ ભાજપના રહેશે અને પાર્ટી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા સહિત અન્ય તમામ રાજ્યોમાં સત્તા જીતશે, સાથે જ વંશવાદની રાજનીતિનો અંત લાવશે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે.

કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટીમાં આંતરિક લોકશાહી માટે લડી રહ્યા છે. પરંતુ ગાંધી પરિવાર સંગઠનાત્મક ચૂંટણીઓ થવા દેતો નથી. કારણ કે, તેમને પાર્ટી પરનો પોતાનો અંકુશ ગુમાવવાનો ડર છે. તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવાના સુપ્રીમ કોર્ટના ર્નિણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ અરજીમાં રમખાણોમાં માર્યા ગયેલા સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ૬૪ લોકોને જીૈં્‌ દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારી હતી.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોમાં જીૈં્‌ની તપાસનો સામનો કર્યો અને વિપક્ષ દ્વારા તેમના પર ફેંકવામાં આવેલા દરેક ઝેરને ભગવાન શિવની જેમ પચાવી લીધા. તેમણે બંધારણમાં વિશ્વાસ રાખ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના મુદ્દે તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ તપાસ ટાળવા માટે આવું ડ્રામા ક્યારેય કર્યું નથી જે કોંગ્રેસ આજે કરી રહી છે.

Follow Me:

Related Posts