fbpx
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળ કોંગ્રેસમાં ભૂકંપ

પશ્ચિમ બંગાળ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. લોકસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને વધુ એક મોટો આંચકો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બંગાળમાં એક પણ સીટ જીતી શકી નથી. અધીર રંજન ચૌધરીએ પોતે બહેરામપુર લોકસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્‌યો હતો. ભૂતકાળમાં ક્રિકેટર રહી ચૂકેલા ટીએમસીના ઉમેદવાર યુસુફ પઠાણના હાથે તેમને હારનો સામનો કરવો પડ્‌યો હતો. કોંગ્રેસના બંગાળ યુનિટે પણ શુક્રવારે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

એક પ્રશ્ન એ પણ ઊભો થયો કે ડાબેરી પક્ષો સાથે જોડાણ કરવાનો ર્નિણય ઉપરથી લાદવામાં આવ્યો હતો. આ માટે પાયાના સ્તરના નેતાઓ અને રાજ્યના મોટા નેતાઓને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પરિણામોની સમીક્ષા માટેની બેઠકમાં જિલ્લા પ્રમુખોએ ગઠબંધન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેના માટે કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે અધીર રંજન ચૌધરી પોતે સીપીએમ સાથે ગઠબંધનના પક્ષમાં છે. એવું કહેવાય છે કે તેઓ ઉત્તર બંગાળ અને પોતાના જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે સીપીએમનો સહારો લે છે.
આ બેઠકમાં રાજ્યના નેતાઓએ કેન્દ્રીય સુપરવાઈઝર ગુલામ અહેમદ મીર સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સીપીએમ સાથેના ગઠબંધનમાં દક્ષિણ બંગાળને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. જિલ્લા પ્રમુખોના મંતવ્યો પણ સાંભળવામાં આવ્યા ન હતા.

આ નેતાઓએ કહ્યું કે સીપીએમ સાથે ગઠબંધનને લઈને પાયાના સ્તરે કાર્યકરોમાં નારાજગી છે. આગેવાનોનું કહેવું છે કે અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વિના આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે અધીર રંજન ચૌધરી પણ હાજર રહ્યા હતા. અધીર રંજને ગઠબંધનને લઈને ટીકા કરતા સ્પષ્ટતા પણ આપી હતી. તે એકલા કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકે નહીં. તૃણમૂલ કોંગ્રેસના વિરોધ પર તેમણે કહ્યું કે જે રીતે ટીએમસીએ કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તે જોતાં મારા માટે જવાબ આપવો જરૂરી હતો.

Follow Me:

Related Posts