પશ્ચિમ બંગાળનાં સંદેશખાલીમાં તૃણમૂલ કોગ્રેસના નેતા અને સરકારના મંત્રી એવા શાહજહાં શેખ દ્વ્રારા તેનો હોદો અને સતાનો દુરઉપયોગ કરીને ત્યાની મહિલાઓ ઉપર અઘટીત અત્યાચાર અને શોષણ કરવામાં આવ્યું હતું . અને ત્યાંની પ્રજાની જમીનો દાદાગીરી અને ગુંડાગીરીથી પડાવી લઈ શોષણ કરવામાં આવ્યું હતું . પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એ આવા આરોપી ને છાવરી અને મહિલાઓ ઉપર થતા આ અત્યાચાર ની ઘટનાઓ ઉપર આંખ આડા કાન કર્યા હતા .આમ મહિલા મુખ્યમંત્રીના રાજમાં પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થયેલ અત્યાચાર ના વિરોધમાં અમરેલી જીલ્લા ભાજપ અને મહિલા મોર્ચાં દ્વારા અમરેલીમાં રાજકમલાચોક ઉપર એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ મહિલા મોર્ચાંના મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલીયા ,જીલ્લા ભાજપ મહામંત્રી શ્રીઓ શ્રી મેહુલભાઈ ધોરાજીયા ,શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા ,જીલ્લા મોર્ચાં ના પ્રમુખ શ્રી રંજનબેન ગોહિલ,જીલ્લા ભાજપ મંત્રી શ્રીરેખાબેન માવદીયા,નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી અલ્કાબેન ગોંડલીયા ,અમરેલી તાલુકા મહિલા મોર્ચાં પ્રમુખ રંજનબેન બાબરીયા,મહામંત્રી મહિલા મોર્ચાં શ્રી ગીતાબેન વાઘ ,બગસરા તાલુકા મહિલા મોર્ચાં પ્રમુખ વીણાબેન સરવૈયા,મંડલ પ્રમુખ શ્રીઓ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા,ગોપાલભાઈ અંટાળા ,શ્રી ભાવેશભાઈ સોઢા,શ્રી ઉષાબેન અનુસયાબેન શેઠ સહિત ના મહિલા કાર્યકતા ઉપસ્થિત રહયા હતા.
Recent Comments