બોલિવૂડ

પુષ્પા ૨ નો રેકોર્ડ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ એ તોડ્યો

વર્ષ ૨૦૨૪માં દર્શકોમાં ફિલ્મોનો એક અલગ જ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. જાે કે, આ વર્ષે ઘણી શાનદાર ફિલ્મો પણ રિલીઝ થઈ છે, જેમાં ‘સ્ત્રી ૨’, ‘પુષ્પા ૨’, ‘ફાઇટર’, ‘કલ્કી ૨૮૯૮ એડી’ અને ઘણી વધુ જેવા નામ સામેલ છે. આ તમામ ફિલ્મોએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે અને સારી કમાણી પણ કરી છે. જાેકે, ‘પુષ્પા ૨’એ કમાણીમાં તમામ ફિલ્મોને પાછળ છોડીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ હવે ‘પુષ્પા ૨’નો રેકોર્ડ પણ તૂટી ગયો છે, જેને ‘મુફાસાઃ ધ લાયન કિંગ’એ તોડ્યો છે. આ ડિસેમ્બરમાં વોલ્ટ ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’, વિજય સેતુપતિની ફિલ્મ ‘વિદુથલાઈ ૨’, કન્નડ સાયન્સ ફિક્શન ફિલ્મ ેંૈં (૨૦૨૪), મલયાલમ ફિલ્મ ‘માર્કો’ અને નાના પાટેકરની ફિલ્મ ‘વનવાસ’ રિલીઝ થઈ હતી. ખાસ વાત એ છે કે આ તમામ ફિલ્મો ૨૦ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવી છે,

જેમાંથી ‘મુફાસા’ કમાણીના મામલે સૌથી આગળ છે. જાે કે, ભારતમાં આ ફિલ્મ આઠમા દિવસ સુધી ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી નથી, પરંતુ જાે વિશ્વભરના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે માત્ર સાત દિવસમાં ૧૭૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. જાે કે, ‘મુફાસા’ની સાથે રિલીઝ થયેલી અન્ય ફિલ્મોની કમાણી પર નજર કરીએ તો, ‘વનવાસ’ની શરૂઆત સૌથી ધીમી હતી, જે પછી પણ ધીમી રહી અને હવે તેની કમાણી લાખોની સંખ્યામાં પણ સિંગલ ડિજિટ પર પહોંચી ગઈ છે. આઠમા દિવસે ‘વનવાસ’ની કમાણી ૯ લાખ રૂપિયા થઈ ગઈ છે, ત્યારબાદ ફિલ્મની કુલ કમાણી ૪.૨૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મલયાલમ ફિલ્મ ‘માર્કો’ વિશે વાત કરીએ તો ફિલ્મને લઈને લોકો તરફથી સારી પ્રતિક્રિયા જાેવા મળી રહી છે. આ ફિલ્મે આઠમા દિવસે ૨.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે ‘મુફાસા’ સિવાયની અન્ય ફિલ્મોની કમાણી કરતા વધુ સારી છે. તમિલ ભાષાની ફિલ્મ ‘વિદુથલાઈ ૨’ એ આઠમા દિવસે ૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ેંૈંની વાત કરીએ તો આ કન્નડ ફિલ્મે ૮૭ લાખ રૂપિયાની કમાણી કરી છે.

Related Posts