ભારત-પાકિસ્તાન વચ્ચે હજારો વર્ષથી સીમા વિવાદ છે પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું: ટ્રમ્પ
ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક પગલા લીધા છે. જેના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું ભારત અને પાકિસ્તાન બંનેની નજીક છું. કાશ્મીરનો મામલો ખૂબ જૂનો છે. ૧૦૦૦ વર્ષ અથવા તેનાથી પણ જૂની આ લડાઈ છે. પહલગામમાં જે થયું તે ખૂબ ખરાબ હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૫૦૦ વર્ષોથી સીમા વિવાદ છે. પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું. તે કોઈના કોઈ રીતે આ મામલાનું સમાધાન લાવી દેશે.‘
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ રોમ જવા માટે એરફોર્સ વન વિમાનમાં સવાર હતાં ત્યારે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
Recent Comments