પહેલાં જે ગ્રૂપનો નક્કી કરાયું છે તેમને વેક્સિન અપાશે હું હાલ કોરોના વેક્સિન નહીં લઇઃ મુખ્યમંત્રી શિવરાજની ચોખ્ખી ‘ના’
દેશમાં ટૂંક સમયમાં જ કોરોના વેક્સીનેશનનું કામ શરૂ થવાનું છે તેની પહેલાં નિવેદનો આવવાનું શરૂ થઇ ગયું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સોમવારના રોજ કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ અત્યારે કોરોના વેક્સીન લેશે નહીં. શિવરાજ સિંહે કહ્યું કે પહેલાં જે ગ્રૂપોને નક્કી કરાયું છે તેમને વેક્સીન અપાશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બોલ્યા કે કોરોનાની રસીને લઇ તૈયારીઓ ચાલી રહી છે. મેં નક્કી કર્યું છે કે રસી અત્યારે લઇશ નહીં, પહેલાં બાકી લોકોને અને પછી મારો નંબર આવે. જેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમને આપવામાં આવે અને બાદમા મારો નંબર આવે.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારા દ્વારા કોરોના રસીને લઇ કેટલીક પ્રાથમિકતાઓ નક્કી કરાઇ છે. તેના અનુસાર કોરોના વેક્સીનને શરૂઆતમાં હેલ્થ વર્કર, પછી ફ્રંટલાઇનર વર્કર, ૫૦થી વધુ ઉંમરવાળા લોકો અને ગંભીર બીમારીવાળા લોકોને અપાશે. કેન્દ્ર સરકાર પ્રાથમિકતા પ્રમાણે શરૂઆતમાં ૩૦ કરોડ લોકોને રસી મૂકાવાની વાત કહેવામાં આવી રહી છે.
દેશમાં અત્યારે બે કોરોના રસીને મંજૂરી અપાઇ ચૂકી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. હવે ટૂંક સમયમાં જ દેશવ્યાપી વેક્સીનેશનનો પ્રોગ્રામ પણ શરૂ થઇ જશે.
Recent Comments