ગુજરાત

પહેલીવાર SGCCI ની ઉપપ્રમુખની ચૂંટણીમાં મહિલાએ દાવેદારી નોંધાઈ

સુરતને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ઉપપ્રમુખનાં પદની દાવેદારીમાં એક મહિલા ઉમેદવાર પણ મેદાનમાં આવ્યા

સુરતને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીય્ઝ્રઝ્રૈં)માં હાલમાં ઉપપ્રમુખની ચૂંટણી એક મહત્વનો વિષય બન્યો છે. કારણ કે, આ વખતે ઉપપ્રમુખનાં પદની દાવેદારીમાં એક મહિલા ઉમેદવાર પણ મેદાનમાં આવ્યા છે. ચેમ્બરના છેલ્લા ૮૨ વર્ષના ઇતિહાસમાં એક પણ મહિલાને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે તક આપવામાં આવી નથી અને આ વખતે આ ઉપ-પ્રમુખનું પદ મહિલાને મળે તે માટે ચેમ્બરમાં છેલ્લા ૨૩ વર્ષથી સક્રિય ડો. બંદના ભટ્ટાચાર્યએ પોતાની દાવેદારી નોંધાવી છે. ૧૯૯૧માં ડોક્ટર અજય ભટ્ટાચાર્ય સાથે લગ્નગ્રંથિમાં જાેડાઈ ડો. બંદના ભટ્ટાચાર્યએ સુરતને તેમની કર્મભૂમિ બનાવી. ઇન્ડિયન ફિલોસોફીનો અભ્યાસ કર્યા બાદ તેમણે ડિપ્લોમા ફેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો છે. સુરતમાં છેલ્લા ૨૫ વર્ષથી એક ગારમેન્ટ હબ બનાવવા માટે તેમણે અનેક પ્રયાસો કર્યા છે. હાલ તેઓ પોતાની ગારમેન્ટ બ્રાન્ડ કથીકામાં કાર્યરત છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા ૨૩ વર્ષથી તેઓ દરેક સેક્ટરમાં કાર્યરત છે.

સુરત માત્ર ટેક્સટાઇલ સીટી જ નહીં પરંતુ આ જ કાપડ વડે ગારમેન્ટ હબ બને તે માટેના અનેક પ્રયાસોમાં તેમણે સફળતા મેળવી છે. તેઓ અનેક સેક્ટરમાં તેઓ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી ઉપપ્રમુખ માંથી તેમણે પોતાની દાવેદારી નોંધાવી હતી. પરંતુ મહિલા ઉમેદવારને કમાન સોંપવાની ઈચ્છા ચેમ્બરના સભ્યો અને ભૂતપૂર્વ પ્રમુખે વ્યક્ત કરતા ન હોવાથી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લેવી પડતી હતી. પરંતુ આ વખતે તેમણે પોતાની દાવેદારી પાછી ન ખેંચવાની બદલે મક્કમતાથી મેદાનમાં લડી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આજે દરેક જગ્યાએ મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવ્યો છે પરંતુ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઇતિહાસની નજર કરીએ તો મજબૂત નેતૃત્વ ગુણ ધરાવતી મહિલા ઉમેદવાર હોવા છતાં ચેમ્બરના પુરુષ સભ્યને જ ટોચનું સ્થાન આપવામાં આવી રહ્યું છે. અને જાે આ વખતે ઉપપ્રમુખનું સ્થાન એક મહિલાના હાથમાં આપવામાં આવશે તો મહિલાને ફરી એકવાર પોતાની આવડતથી એક નવો મુકામ મેળવી શકશે.

Follow Me:

Related Posts