બોલિવૂડ

પહેલી જ મુલાકાતમાં કેટરિના કૈફને દિલ દઇ બેઠો હતો વિક્કી કૌશલ

વિક્કી કૌશલ અને કેટરિના કૈફે એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ૨૦૨૧માં લગ્ન કરી લીધાં હતા. જાે કે લગ્ન પહેલા બંનેમાંથી કોઇએ ઓફિશિયલી પોતાના રિલેશનશિપની એનાઉન્સમેન્ટ કરી ન હતી. અચાનક તેમના લગ્નના સમાચાર અને ફોટોઝે તેમના ફેન્સને જબરજસ્ત ઝટકો આપ્યો હતો. જાે કે તેમના અફેરની ચર્ચા પણ ખૂબ રહી હતી. પરંતુ શું તમે જાણો છો કે વિક્કી અને કેટરિનાની પહેલી મુલાકાત ક્યાં અને કેવી રીતે થઇ હતી? વિક્કી અને કેટરિના પહેલીવાર એક અવોર્ડ શોમાં મળ્યાં હતાં. વિક્કી અને કેટરિનાના લગ્ન બાદ શોની એક ક્લિપ ખૂબ જ વાયરલ થઇ હતી. આ ક્લિપમાં વિક્કીએ કેટરિનાને કહ્યું હતું કે, તમે કોઇ સારો વિક્કી કૌશલ શોધીને લગ્ન કેમ નથી કરી લેતા? લગ્નની સીઝન ચાલી રહી છે. બંનેના લગ્ન બાદ જ્યારે બંનેની આ ક્લિપ વાયરલ થઇ તો લોકો કહેવા લાગ્યા કે એવું લાગે છે કે કેટરિનાએ વિક્કીની વાતને સીરિયસલી લઇ લીધી. જાે કે આ બંનેની પહેલી મુલાકાત જ હતી. આ વાયરલ વીડિયો વિશે વિક્કી કૌશલે ખુલાસો કર્યો કે જે લાઇન્સ તેણે કેટરિના માટે બોલી હતી તે સ્ક્રિપ્ટેડ હતી. વિક્કી કૌશલ માત્ર એ જ જાણતો હતો કે જે પણ એક્ટ્રેસ સ્ટેજ પર આવે તેને આ વાત કહેવાની છે અને સ્ટેજ પર આવનાર એક્ટ્રેસ કેટરિના કૈફ નીકળી. આ દરમિયાન વિક્કીએ કેટરિનાને તેની સાથે લગ્ન કરવા માટે પ્રપોઝ કર્યુ. ત્યાં સલમાન ખાન પણ હાજર હતો અને તેનું રિએક્શન પણ જાેવા લાયક હતું. તેની પહેલા જ્યારે કેટરિનાને કરણ જાેહરના ચેટ શોમાં પૂછવામાં આવ્યું કે, તે સ્ક્રીન પર કોની સાથે સારી લાગશે તો તેના પર એક્ટ્રેસે કહ્યું હતું કે, મને લાગે છે કે વિક્કી અને હું એક સાથે સારા લાગીશુ, કારણ કે તે ઉંચો છે. જણાવી દઇએ કે વિક્કી કૌશલ આજકાલ સારા અલી ખાન સાથે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના પ્રમોશનમાં બિઝી છે. તેની ફિલ્મ ૨ જૂન ૨૦૨૩ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઇ ચુકી છે.

Related Posts