પાંચતલાવડા ગામે કોરોના સમયમાં મનરેગા યોજનાનો લાભ મળ્યોગ્રામપંચાયત અને તાલુકા તથા જિલ્લા તંત્રના સંકલનની સફળતા
સરકારની અનેક યોજનાઓ રહેલી છે, પરંતુ સ્થાનિક વ્યવસ્થાની જાગૃતિ હોય તો પંચતલાવડા ગામ જેવી સફળતા મળી શકે. અહીંયા કોરોના બિમારીના સમયમાં મનરેગાના કામ વડે ગ્રામજનોને રોજી સાંપડી છે. પંચતલાવડા ગ્રામપંચાયત અને સિહોર તાલુકા તથા ભાવનગર જિલ્લા તંત્રના સંકલનથી આ ગામના પાદરમાં જ જળસંગ્રહ માટેનું સુંદર કામ થયું અને કામ કરનારને આર્થિક મહેનતાણું મળ્યું. ગામના ઉત્સાહી સરપંચ શ્રી બાલાભાઈ ડાંગર દ્વારા જણાવાયા મુજબ અગાઉ સરકારની સુજલામ સુફલામ યોજના તળે અહીંના તલાવડાને ઊંડું ઉતારવાનું કામ થયું હતું જ્યાં આજે મનરેગા યોજના અંતર્ગત બીજું વધારાનું પાળો બાંધવાનું કામ થયું છે. સરકાર દ્વારા કોરોના સંદર્ભે અપાયેલી માર્ગદર્શિકા મુજબ લગભગ એક માસના આ કામમાં ગામના મજૂરી કરનારાઓને કામ પૂરું થતા સુધીમાં આશરે ત્રણેક લાખ રૂપિયાની રોજગારી મળશે.
Mukeshkumar Pandit (Photo-journalist)
ISHWARIYA Cell. 093771 11174
Recent Comments