fbpx
રાષ્ટ્રીય

‘પાંચમા તબક્કાના મતદાન બાદ ભાજપને ૩૧૦ બેઠકો મળી ચૂકી છે, મતદાનના છઠ્ઠા અને સાતમા રાઉન્ડ પછી અમે ૪૦૦ થી વધુ બેઠકો મેળવીશુંઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મોટો દાવો કરતા ઓડિશામાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને ૩૧૦ બેઠકો મળી છે. શાહે કહ્યું, ‘પાંચમા તબક્કાના મતદાન બાદ ભાજપને ૩૧૦ બેઠકો મળી ચૂકી છે. મતદાનના છઠ્ઠા અને સાતમા રાઉન્ડ પછી અમે ૪૦૦ થી વધુ બેઠકો મેળવીશું. તેમણે ઓડિશાના લોકોને રાજ્યને બાબુ-રાજથી મુક્ત કરવા અને કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી. સંબલપુરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધતા શાહે કહ્યું કે આ વખતે ઓડિશામાં કમળ ખીલશે. ભાજપે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સંબલપુર બેઠક પરથી ઉતાર્યા છે.

અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે ઓડિશામાં મુઠ્ઠીભર અધિકારીઓનું શાસન છે, આ ચૂંટણી રાજ્યમાં વર્તમાન બાબુ રાજનો અંત લાવવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે દેશની મોટાભાગની ખાણો અને ખનિજ ભંડારો કેઓંઝર જિલ્લામાં હોવા છતાં, અહીંના આદિવાસીઓને કોઈ લાભ મળ્યો નથી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કર્યું છે કે દેશભરમાં કોઈ આતંકવાદ નથી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું, ‘પીઓકે ભારતનું છે અને તે અમારી સાથે રહેશે. ભારત પીઓકે પાછું લઈ લેશે.

અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં શાહે કહ્યું હતું કે, ‘કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આદિવાસી બાબતો માટે એક અલગ મંત્રાલય બનાવ્યું હતું, જ્યારે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નક્સલવાદને દૂર કરવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીએમએફ ની રચના કરી છે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયા આપ્યા છે. બીજેપી નેતાએ કહ્યું, ‘મોદી સરકાર દરમિયાન આદિવાસી બાબતો માટે બજેટમાં ફાળવણી વધારીને ૧.૨૫ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે જ્યારે અગાઉના યુપીએ શાસન દરમિયાન ૨૫,૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.’

Follow Me:

Related Posts