પાંચ દિવસ સુરત અને અન્ય જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં પલટો આવે છે, ત્યારે હવામાન વિભાગની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
આ સિવાય હવામાન વિભાગે સુરત અને જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં થોડી રાહત થવાની શક્યતા રહેલી છે. જાેકે, વાદળછાયું વાતાવરણ રહેવાના લીધે બપોરના સમયે બફારાનો અનુભવ થવાની શહેરીજનો થોડી ઘણી અકળામણ પણ થશે. પરંતુ ૨૦ કિલોમીટર કરતાં વધુની સ્પીડે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોવાથી મહદઅંશે ગરમીમાં ઘટાડો થવાની પણ શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સાથે સાથે તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ રહેવાના લીધે ગરમીમાં થોડી ઘણી રાહત થવાની પણ શકયતા રહેલી છે. કારણ કે સુરત શહેર અને જિલ્લામાં આવેલા બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, પલસાણા અને ઉમરપાડા સહિતના વિસ્તારમાં ૨૦થી ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાના લીધે ગરમીમાં તો ઘટાડો થશે. પરંતુ લોકોએ બફારાનો અનુભવ કરવો પડશે. તેના લીધે શહેરીજનો અકળામણ અનુભવે તેવી પણ શકયતા છે. જાેકે, પવન ફૂંકાવાને લીધે તેમાં પણ રાહત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જાેકે, આગામી પાંચ દિવસ સુધી શહેર અને જિલ્લામાં વરસાદ પડવાની પણ કોઇ શકયતા નહીં હોવાની આગાહી કરવામાં આવી છે.
Recent Comments