એક સમયે જેને દુનિયાના ૯ દેશોની પોલીસ શોધી રહી હતી, માથાનો દુખાવો થઈ ચુક્યો હતો. દુનિયા જેને બિકિની કિલરના નામથી ઓળખતી હતી. ક્રાઈમની દુનિયાનો ડાકુ કહેવાય તે શખ્સ હવે આઝાદ થઈ ગયો છે. દુનિયાભરમાં ઠગ અને સીરિયલ કિલીંગ માટે કુખ્યાત ચાર્લ્સ શોભરાજ હવે ખુલી હવામાં શ્વાસ લઈ શકશે. બે વિદેશી પર્યટકોની હત્યાના આરોપમાં તે ૧૯ વર્ષથી નેપાળની જેલમાં બંધ હતો. ૨૦૦૪માં નેપાળની સુપ્રીમ કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. તે આજીવન ૨૦ વર્ષની જેલ હોય છે, પણ ચાર્લ્સ શોભરાજની ઉંમર અને તબિયત જાેતા તેને સુપ્રીમ કોર્ટે સજા પુરી થાય તે પહેલા એક વર્ષ અગાઉ છોડી મુક્યો હતો. સાથે જ આદેશ આપ્યો કે, તેને જેલમાંથી નીકળવાની અંદર ૧૫ દિવસમાં ફ્રાંસ ડિપોર્ટ કરી દેવામાં આવે. નેપાળની સુપ્રીમ કોર્ટના જજ સપના પ્રધાન મલ્લા અને તિલ પ્રસાદ શેષ્ઠની બેંન્ચે ૭૮ વર્ષના શોભરાજની એક અરજી પર ચુકાદો સંભાળતા આ ચુકાદો આપ્યો હતો.
ચાર્લ્સને છેલ્લે નેપાળની રાજધાની કાઠમાંડુના એક કસીનોમાંથી ૨૦૦૩માં ધરપકડ કરવામાં આવ્યો હતો. જાે કે, ત્યારે નેપાળ પોલીસે તેના વિરુદ્ધ ૨૮ વર્ષ જૂનો કેસ ફરી વાર ખોલ્યો. જેમાં તેના પર નકલી પાસપોર્ટથી મુસાફરી કરવાની સાથે સાથે એક અમેરિકી અને એક કેનેડિયન છોકરીની હત્યા કરવાનો આરોપ હતો. આ આરોપમાં તેને ૨૦૦૪માં ૨૦ વર્ષની જેલની સજા થઈ હતી. આમ તો ચાર્લ્સની આખી જિંદગી એકથી એક ચડિયાતી કહાનીઓથી ભરેલી છે, જેમાં ક્રાઈમની દુનિયાના ખતરનાક પાસાથી લઈને કાયદાની મજાક ઉડાવતા ઢગલાબંધ કિસ્સાઓ સંઘરાયેલા છે. પણ છેલ્લે ૨૦૨૧માં તેણે સમગ્ર દુનિયામાં સનસની મચાવી દીધી. જ્યારે તેણે નેપાળની જેલમાં બંધ હોવા છતાં વિદેશી મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યા હતા.
ચાર્લ્સ શોભરાજ પર ૧૯૭૨માં થાઈલેન્ડમાં પાંચ છોકરીઓની હત્યાનો આરોપ લાગ્યો હતો. જે બાદ તેનું નામ બિકિની કિલર પડ્યું હતું. ત્યાંના કાયદા મુજબ આટલી હત્યા બાદ ચાર્લ્સને ફાંસીની સજા મળવાનું લગભગ નક્કી હતું. પણ ત્યાંના કાયદામાં એક શરત હતી કે, તેને ૨૦ વર્ષની અંદર જ મળવી જાેઈએ અને કાયદાની આ શરતથી ચાર્લ્સે પોતાની જિંદગીનું હથિયાર બનાવી લીધું. ચાર્લ્સ હવે કોઈ પણ ભોગે થાઈલેન્ડ પોલીસના હાથમાં જવા માગતો નથી. ત્યાર બાદ તેને સીધો ૧૯૭૬માં ભારતમાં પકડી લેવામાં આવ્યો. અહીં પણ તેના પર કેટલાય ફેંચ ટૂરિસ્ટને નશીલી વસ્તુ ખવડાવીને લૂંટફાટ કરવાનો આરોપ હતો. ધરપકડ બાદ તેને દેશની સૌથી સુરક્ષિત જેલ એટલે કે દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો હતો. તે ગુનામાં તેને સજા પણ થઈ અને બાદમાં ૧૯૮૬માં તે છુટી ગયો. હવે ચાર્લ્સ ફરી એક પોતાની ક્રાઈમની દુનિયામાં એક્ટિવ થઈ ગયો. કેમ કે છુટ્યા બાદ તેને થાઈલેન્ડ ડિપોર્ટ કરી દેવાનો ખતરો હતો. જ્યાં તેને મોતની સજા થઈ શકતી હતી.
એટલા માટે તે પોતાની સજા ખતમ થાય તે હેલા જેલ તોડીને ભાગવાનો ઈરાદો કર્યો. તેણે તિહાડમાં પોતાના બર્થ ડેના ડ્રામા કરીને ત્યાંના કેદીઓને અને ઓફિસરોને નશીલી મિઠાઈ ખવડાવી અને બાદમાં જેલનો દરવાજાે ખોલીને આરામથી બહાર નીકળી ગયો અને તેણે બહાર આવીને પોતાની તસ્વીર ક્લિક કરી અને મોજ મસ્તી કરવા ગોવા ઉપડી ગયો. કહેવાય છે કે, તેને બાદમાં ફોન કરીને જાતે જ પોલીસને પોતાનું લોકેશન બતાવ્યું અને તે ફરી વાર ધરપકડ થઈ ગયો. બાદમાં તેને જેલમાં ભાગી જવાની સજા થઈ અને તે ૧૯૯૬માં પુરી થઈ. હવે તે થાઈલેન્ડના કાયદા અને ત્યાં મળતી સજાએ મોતના ડરથી આઝાદ થઈ ચુક્યો હતો. ત્યાર બાદ તેને ૧૯૯૬માં જ ભારતથી ડિપોર્ટ કરીને ફ્રાંસ મોકલી દેવામાં આવ્યો હતો. પણ આ વખતે ચાર્લ્સ નેપાલમાં કરવામાં આવેલા ગુનામાં ૨૦૦૩માં ધરપકડ થયો. ત્યારથી લઈને અત્યાર સુધી તે ત્યાં જેલમાં જ હતો.
Recent Comments