લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નજીકમાં એટલે કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં આવતી પાંચ રાજ્યોની ચૂંટણી ઓ જુતવા ભાજપા અને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પોતપોતાની વ્યૂહરચના અમલમાં જે તે પાંચ રાજ્યોમાં અપનાવવાની શરૂઆત કરી દીધી છે. તેમાં મોદીજીએ ચૂંટણી યોજાનાર છે તે પાંચ રાજ્યોમાંના જે પ્રશ્નો સળગતા છે તે બાબતે ખાનગી રીતે એહવાલો મેળવી આકરા પાણીએ પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં જેમના કાર્યો સારા હોવાને લઈને ગુજરાત ભાજપાએ રાજ્યભરમાં જન સંવેદના યાત્રા યોજી પરંતુ પ્રજાનો નબળો પ્રતિસાદ મળતા ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો હતો…. તેનો અહેવાલ દિલ્હી પહોંચી ગયો અને આ કારણે ભાજપને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે…..! ૨૦૧૭માં રૂપાણી સરકાર સમયમાં માત્ર ૯૭ બેઠકો વિધાનસભામાં મળી હતી,
તો કોરોનાની બીજી લહેરની કામગીરીમાં રૂપાણી સરકાર નિષ્ફળ રહી હતી અને બાકી હતું તે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને રૂપાણી વચ્ચે જરૂરી તાલમેલ થતો ન હતો જેથી બંને વચ્ચે વિવાદ હતો…. આ બધી બાબતો સમજીને રૂપાણીને દિલ્હી નેતાગણ દ્વારા મુખ્ય મંત્રી પદેથી રાજીનામુ આપી દેવાનું કહેતા તેઓએ કોઈ પણ સાથે ચર્ચા કર્યા વગર સીએમ પદેથી રાજીનામું આપી દીધું. બીજી તરફ પાટીદારો સરકારથી નારાજ હતા અને મુખ્યમંત્રી પટેલ જ હોવા જાેઈએ તેવી માંગ હતી. તો કૃષિ કાનુન રદ કરવાની અસર પણ ખેડૂતોમા હતી, જ્યારે કે ૧૪ માર્કેટ યાર્ડ અને તાળા લાગી ગયા હતા અને બાકી માર્કેટ યાર્ડોને તાળા મારવાની સ્થિતી આવી ગઈ છે જેથી ખેડૂતો- પાટીદારો ભાજપ વિરુદ્ધ જવા લાગ્યા હતા. જ્યારે કે ભાજપ પાટીદારો વિના બેઠકોનો ટાર્ગેટને પહોંચી શકે નહીં એ કારણે માત્ર એક પળ બદલવાનો હતો તેના બદલે આખી પાઇપલાઇન મોદીજીએ બદલી નાખી. જે સી એમ પદ લેવા રાજી કે તૈયાર ન હતા.
Recent Comments