રાજકોટના જામકંડોરણા ખાતે સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધી જુથને ખુલ્લો પડકાર ફેક્યો હતો.જયેશ રાદડિયાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે પાંચ લોકોની ટોળકી સહકારી માળખામાં ખલેલ પહોંચાડી રહી છે તે સુધરી જાય નહિ તો હું રાજકારણી માણસ છું અને રાજકારણથી જવાબ આપતા પણ આવડે છે. રાદડિયાના પ્રહારનો હવે વિરોધી જુથ દ્રારા જવાબ આપવામાં આવ્યો છે.
રાદડિયાના વિરોધી જુથના સભ્યો નિતીન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલિયા અને વિજય સખિયાએ એક સયુંક્ત નિવેદનમાં વળતો જવાબ આપતા કહ્યું હતું કે જાે જયેશ રાદડિયા રાજકારણી હોય તો અમે મંદિરના પુજારી નથી અમને પણ રાજકારણ કરતા આવડે છે. આ નિવેદનથી રાજકોટ જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે. વિરોધી જુથ દ્રારા જે નિવેદન આપવામાં આવ્યું તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકમાં જે ગેરરિતીઓ થઇ રહી છે તેને લઇને અમે ખુલીને મેદાને આવ્યા છીએ.
જયેશ રાદડિયા માણસો જાેઇને આવા નિવેદનો બોલવા લાગે છે પરંતુ ગેરરીતિ અંગે જવાબ આપ્યો નથી. રાજકોટ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકનો જે વિકાસ થઇ રહ્યો છે. તે મંડળીનું કમિશન ઘટાડીને નફો લેવામાં આવી રહ્યો છે. જયેશ રાદડિયા સામે પડફાર ફેંકતા કહ્યું હતું કે રાદડિયાએ ડિસ્ટ્રીક બેંકમાં ભરતી કૌંભાડ અંગે બોલવું જાેઇએ. મહત્વનું છે કે ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકમાં ભરતીમાં કૌંભાડ થતું હોવાના આક્ષેપ સાથે વિરોધી જુથ હાઇકોર્ટ પહોંચ્યું છે. રાજકોટ જિલ્લાના સહકારી રાજકારણમાં જયેશ રાદડિયાનો દબદબો રહેલો છે જાે કે રાજકોટમાં ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકની ચૂંટણી, માર્કેટીંગ યાર્ડની ચૂંટણી અને રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પોતાની મનમાની ચલાવી હોવાના આક્ષેપ સાથે છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ જયેશ રાદડિયા છે જ્યારે બીજી તરફ નિતીન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલિયા અને વિજય સખિયા છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આ વિરોધી જુથમાં હવે પૂર્વ ધારાસભ્યની પણ એન્ટ્રી થઇ છે. રાજકોટ લોધિકા સંઘને કારણે પહેલાથી જ ભાજપના બે જુથ વચ્ચે વિવાદ ચાલતો હતો. હવે રાજકીય આક્ષેપબાજીઓ થતા આ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે.
Recent Comments