પાંડેસરા વિસ્તારમાં પાકિટ ચોર રંગેહાથ ઝડપાઇ જતાં લોકોએ મેથીપાક ચખાડ્યો
સુરતમાં મોબાઈલ સ્નેચરોના આતંક વચ્ચે લોકોએ એક પાકિટ ચોર આજે રંગેહાથે ઝડપાતા જાહેરમાં મેથીપાક આપતો વીડિયો વાઇરલ થયો છે. વાઈરલ વીડિયો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંતાનગરનો હોવાની ચર્ચા છે. પાકિટ ચોરને સ્થાનિક લોકોએ પકડીને લાકડાના ફટકા વડે અને ઢીક્ક મુક્કાનો માર મારતો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થયા બાદ પણ પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
લોકોએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિનું પર્સ ગાયબ થઈ જતા તાત્કાલિક બધાના ખીસ્સાઓ ચેક કરતા એકના ખિસ્સામાંથી પાકિટ મળી આવતા બીજા યુવાનો ઉશ્કેરાયા હતા અને પાકિટ ચોર પર તૂટી પડ્યા હતા. પાકિટ ચોર પણ નજીકના વિસ્તારનો જ હોવાથી તેને લાકડાના ફટકા અને ઢીક્ક મુક્કાથી માર માર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આજે સવારની આ ઘટનામાં હજી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. જાેકે યુવકને માર મારતો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ એલર્ટ બની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત પાકિટ ચોર પણ થોડીવાર બાદ ઘટના સ્થળેથી જતો રહ્યો હોવાનું લોકોએ જણાવ્યું છે.
Recent Comments