fbpx
રાષ્ટ્રીય

પાઇનેપલનો આ પેક રફ વાળને કરે છે સિલ્કી અને સ્કિનને કરે છે સુંવાળી, આ રીતે બનાવો ઘરે

પાઇનેપલ ખાવામાં જેટલું ટેસ્ટી છે એટલું જ એ સ્કિન અને વાળ માટે સૌથી બેસ્ટ છે. પાઇનેપલ તમારી સ્કિનને સોફ્ટ અને વાળને કાળા અને સિલ્કી કરવાનું કામ કરે છે. તો આજે અમે તમને એક પેક બનાવતા શિખવાડીશું જે તમારી સ્કિન અને વાળ માટે સૌથી બેસ્ટ છે. તો જાણો કેવી રીતે બનાવશો પાઇનેપલ પેક…

જાણો પેક બનાવવા માટે શું જોઇશે

પાઇનેપલનો પલ્પ

એક ચમચી ચણાનો લોટ

ત્રણથી ચાર ચમચી દૂધ

જાણો આ પેક કેવી રીતે બનાવશો

  • પાઇનેપલ પેક બનાવવા માટે સૌ પ્રથમ પાઇનેપલને છીણી લો અને એનો પલ્પ કાઢી લો.
  • ત્યારબાદ આ પલ્પને એક વાટકીમાં લઇ લો અને એમાં એક ચમચી ચણાનો લોટ નાંખો.
  • પછી આમાં દૂધ એડ કરો અને આ પેકને બરાબર હલાવી દો.
  • તો તૈયાર છે પાઇનેપલ પેક.
  • આ પેક તમે વાળ અને તમારી સ્કિન એમ બન્ને પર લગાવી શકો છો.

જાણો શું છે આ પેકના ફાયદા

આ પેક તમે ફેસ પર લગાવો છો તો બ્લેકહેડ્સ દૂર થાય છે અને સાથે તમારી સ્કિન પણ સુંવાળી થાય છે. આ પેક તમારા ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. જો તમને ફેસ પર બહુ ખીલ થતા હોય તો આ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પેક તમારા મોં પરના ખીલને થોડા જ દિવસોમાં દૂર કરી દે છે. આ સાથે જ જો તમારા વાળ બહુ રફ થઇ ગયા છે તો તમે આ પેક વાળમાં લગાવી દો અને પછી અડધો કલાક રહીને હેર વોશ કરી લો. જો તમે આ પેક અઠવાડિયામાં એક વાર લગાવશો તો તમારા વાળ સિલ્કી થવા લાગશે અને સાથે શાઇની પણ થશે.

Follow Me:

Related Posts