પાકિસ્તાનથી પંજાબની સરહદે આવે છે કરોડો રૂપિયાનું ડ્રગ્સપંજાબ પોલીસે પાકિસ્તાનની સરહદે ફરી એકવાર ૭૫ કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપ્યું
કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમે ગુરદાસપુરના ડેરા બાબા નાનક નગર પાસે સરહદી ગામ હરુવાલના ખેતરોમાં દાટેલા હેરોઈનના ૧૫ પેકેટો જપ્ત કર્યા છે. ટીમે કેટલાક દાણચોરોને પણ પકડ્યા છે જેમની પાસેથી ૭ લાખ રૂપિયાની ડ્રગ મની પણ રિકવર કરવામાં આવી છે. ટીમે બે કાર પણ પોતાના કબજામાં લીધી છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ અમૃતસરના ઈન્સ્પેક્ટર ઈન્દ્રવીર સિંહે જણાવ્યું કે, તેમણે તેમના સૂત્રોની માહિતી પર આ કાર્યવાહી કરી છે.
આ ડ્રગ પાકિસ્તાની હોવાનું કહેવાય છે. જ્યારે પોલીસને આ પાકિસ્તાની ડ્રગની જાણ થઈ, ત્યારે હરુવાલ ગામની આસપાસના ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, સર્ચ ઓપરેશન દરમિયાન એક ખેતરમાંથી હેરોઈનના ૧૫ પેકેટ મળી આવ્યા. આ ડ્રગ્સને ખેતરોમાં દાટીને રાખવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ ૭૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળેથી ત્રણ તસ્કરોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમની ઓળખ ગુરપિંદર સિંહ ઉર્ફે ભીંડા, નરેન્દ્ર સિંહ અને રણજાેધ સિંહ તરીકે થઈ છે. તેમની ડેરા બાબા નાનકમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય તસ્કરો હરુવાલ ગામના રહેવાસી છે. પકડાયેલા આ ત્રણેય તસ્કરો જેલમાં બેઠેલા માસ્ટર માઈન્ડના આદેશનું પાલન કરતા હતા.
આ તસ્કરો જેલમાં રહેતા એક દાણચોરના આદેશથી આ બધુ કરતા હોવાની આશંકા છે. દાણચોરો પાકિસ્તાન સાથે જાેડાયેલા છે, જેઓ ડ્રોન દ્વારા હિરોઈનના કન્સાઈનમેન્ટ મંગાવતા હતા. આ પછી પંજાબના અલગ-અલગ ભાગોમાં ડ્રગનું કન્સાઈનમેન્ટ વેચવામાં આવતું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ ૧૦ દિવસ પહેલા ડ્રોન દ્વારા પાકિસ્તાનથી હિરોઈનનો કન્સાઈનમેન્ટ મંગાવ્યો હતો.
આ માલને ખેતરોમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો, જેથી કરીને પછીથી તેને બહાર કાઢીને પંજાબના વિવિધ ભાગોમાં પહોંચાડી શકાય. કાઉન્ટર ઈન્ટેલિજન્સે તેમની યોજનાને નિષ્ફળ બનાવી અને તેમની ધરપકડ કરી. તમને જણાવી દઈએ કે ૩ દિવસ પહેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ જવાનો (મ્જીહ્લ જવાનો)એ કમાલપુર જટ્ટા મ્જીહ્લ ચોકી પરથી હેરોઈનના ૬ પેકેટ પણ જપ્ત કર્યા હતા. તસ્કરોએ આ પેકેટો બેટરીના શેલમાં છુપાવીને ખેતરોમાં રાખ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓને આજે બટાલાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
Recent Comments