રાષ્ટ્રીય

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલામાં એક પોલીસ જવાનનું મોત, અનેક લોકો ઘાયલ

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભીડભાડવાળા વિસ્તારમાં કાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ શહેરના ૈં-૧૦ સેક્ટરમાં થયો હતો. મળતી માહિતી મુજબ, પોલીસે શંકાસ્પદ કારને રોકતા જ હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધો. મળતી માહિતી મુજબ, આ આત્મઘાતી હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો છે અને ચાર પોલીસ અધિકારીઓ અને બે નાગરિકો સહિત ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. ઈસ્લામાબાદ પોલીસે પણ ટ્‌વીટ કરીને આની જાણકારી આપી છે. ઈસ્લામાબાદ પોલીસે ટ્‌વીટ કર્યું, “અધિકારીઓ જ્યારે એક શંકાસ્પદ વાહનને રોકવાનો સંકેત આપ્યો ત્યારે તેઓ સ્નેપ-ચેકિંગ કરી રહ્યા હતા. કાર અધિકારીઓની નજીક રોકાઈ તેના થોડા જ સમયમાં વાહનમાં સવાર એક આત્મઘાતી બોમ્બરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો. હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયો.” આ હુમલામાં ૪ પોલીસકર્મી અને બે નાગરિક ઘાયલ થયા હતા.

ઇસ્લામાબાદના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સોહેલ ઝફર ચથાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “પોલીસે સવારે ૧૦ઃ૧૫ વાગ્યે ૈં-૧૦/૪ નજીક એક પુરુષ અને એક મહિલાને લઈ જતા વાહનમાં સવાર હતા. અધિકારીઓએ શંકાસ્પદને શોધી કાઢ્યા બાદ, વાહનની તલાશી લીધી.” “દંપતી કારમાંથી બહાર આવ્યું અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે, યુવક ફરીથી કોઈ બહાને વાહનમાં પ્રવેશ્યો અને પોતાને ઉડાવી દીધો,” અન્ય એક ટિ્‌વટમાં, પોલીસે જણાવ્યું હતું કે, “સેક્ટર ૈં-૧૦/૪ના સર્વિસ રોડ પૂર્વને દ્વિ-માર્ગી ટ્રાફિક માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે.” આ ઘટના બાદ નાગરિકોને વિકલ્પ તરીકે સેક્ટર ૈં-૧૦/૪ના પશ્ચિમના સર્વિસ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક વાહન સળગતું જાેવા મળે છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર છે.

Related Posts