fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના ઉદ્યોગોને કારણે ભારતમાં પ્રદૂષણ થાય છે:યોગી

પ્રદૂષણને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પાંચ સભ્યોની એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે. જ્યારે દિલ્હીના પ્રદૂષણને લઇને કોર્ટે કહ્યું કે અમે જાેઇ રહ્યા છીએ કે મીડિયાનો ચોક્કસ વર્ગ એ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે કે અમે ખલનાયક છીએ. અમે સ્કૂલોને બંધ કરવા માગીએ છીએ. દિલ્હી સરકારે કહ્યું હતું કે અમે સ્કૂલો બંધ કરવા માગીએ છીએ અને વર્ક ફ્રોમ હોમ શરૂ કરવા માગીએ છીએ. જાેકે આજના અખબારો જાેવો. દિલ્હીમાં શુક્રવારે સવારે વાયુ પ્રદૂષણ બહુ જ ખરાબ શ્રેણીમાં નોંધાઇ હતી. પ્રાપ્ત આંકડા અનુસાર કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે નવ વાગ્યે એક્યૂઆઇ ૩૫૮ રહ્યું. ગાઝિયાબાદમાં ૩૩૧, ગુરૂગ્રામમાં ૩૦૯ અને નોઇડામાં ૩૧૫ નોંધાયું હતું જે અત્યંત ખરાબ કેટેગરીમાં આવે છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની બેંચે કહ્યું હતું કે પેનલ દ્વારા પ્રદૂષણ ઘટાડવા જે આદેશ આપવામાં આવ્યો છે તેનો અમલ કરવામાં આવે. બીજી તરફ હરિયાણા સરકારે ગુરૂગ્રામ, ફરિદાબાદ, સોનિપત, જાજ્જર જિલ્લામાં બધી જ સ્કૂલોને બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. સાથે જ એનસીઆરમાં પણ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી બધી જ કામગીરીને બંધ કરી દેવાઇ છે. દિલ્હીમાં પણ બધી જ સ્કૂલોને હાલ પુરતા બંધ રાખવાનો આદેશ અપાયો છે.વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. એવામાં ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં વિચિત્ર જવાબ આપ્યો હતો. સરકારે કોર્ટને કહ્યું હતું કે પાકિસ્તાનથી જે હવા આવી રહી છે તેને કારણે ઉત્તર પ્રદેશમાં પ્રદૂષણની અસર જાેવા મળી રહી છે. જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તો શું તમે પાકિસ્તાનમાં ઉધ્યોગો પર પ્રતિબંધ લગાવવા માગો છો?

Follow Me:

Related Posts