પાકિસ્તાનના ગુજરાત જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પુરુષે બુરખો પહેર્યો
પંજાબ પ્રાંતના ગુજરાત જિલ્લાના દોલતનગર પોલીસ સ્ટેશનનો હતો. અહીં જ પોલીસે હથિયારો અને ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણને પકડ્યા હતા. પોલીસની સ્ટાન્ડર્ડ પ્રોસિજર અનુસાર કોઈપણ ગુનાખોરીમાં આરોપીની ધરપકડ થયે તેમની સાથે પોલીસ ટીમ તસવીર પડાવે છે. આરોપીમાં મહિલા હોય તો મહિલા કોન્સ્ટેબલની મોજૂદગી ફરજિયાત છે. હવે બન્યું એવું કે દોલતનગર પોલીસ સ્ટેશનમાં એક જ મહિલા કોન્સ્ટેબલ હતી. આ મહિલા કોન્સ્ટેબલ પણ મેટરનિટી લીવ પર ગઈ હતી અને તેનું રિપ્લેસમેન્ટ સ્ટાફની અછતના લીધે મળ્યું જ નહીં.
આવામાં આરોપીઓ સાથે ફોટો પડાવવો કેવી રીતે? આ મૂંઝવણનો પીએસઓએ ગજબનો ઉકેલ શોધ્યો. તેમણે એક પુરુષ કોન્સ્ટેબલને હિજાબ પહેરીને ફોટો પડાવવા ઊભા રહી જવા કહ્યું ને ફોટો પાડી દીધો. પરંતુ બુરખો પહેરાવે પુરુષ કોન્સ્ટેબલની દાઢી-મૂંછ થોડી ઢંકાઈ જાય. આ તસવીર જ્યારે સામે આવી તો તેને જાેતાં જ લોકોને ખબર પડી ગઈ કે આ કોઈ મહિલા નહીં, પણ પુરુષ કોન્સ્ટેબલ છે. બસ પછી તો જાેઈતું’તું જ શું? આ તસવીર સોશિયલ મીડિયા પર જાેતજાેતાંમાં વાઈરલ થઈ ગઈ. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીએ પીએસઓને સસ્પેન્ડ પણ કરી દીધા.
અત્યારે આ મામલે તપાસ ચાલી રહી છે.ગુજરાતના એક પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર તથા ડ્રગ્સની હેરાફેરીમાં એક મહિલા સહિત ૩ની ધરપકડ કરવામાં આવી. હવે આ પોલીસ સ્ટેશનમાં કોઈ મહિલા પોલીસ જ નહોતી તો મહિલા આરોપીને બતાવવી કેવી રીતે. આ ગૂંચવણનો પીએસઓએ ગજબનો ઉકેલ શોધી કાઢ્યો. તેમણે એક પુરુષ કોન્સ્ટેબલને જ બુરખો પહેરાવીને મહિલા પોલીસની વરદીમાં ઊભો રાખી દીધો. થઈ ગયું કામ… અત્યારે સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ વાઈરલ થઈ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આ ગુજરાત ભારતનું નહીં, પણ પાકિસ્તાનનું છે.
ભારતમાં ગુજરાત રાજ્ય છે એવી રીતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ ગુજરાત નામનો જિલ્લો છે. આ પાકિસ્તાનના ગુજરાત જિલ્લામાં જ હથિયાર અને ડ્રગ્સની હેરાફેરીમાં વીતેલા સપ્તાહે પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા. થાણા ઈન્ચાર્જ સાહેબને મીડિયા પબ્લિસિટીનો બહુ શોખ… એટલે તેમને કોઈપણ ભોગો ફોટો છાપામાં છપાવવો હતો. આ ફોટો છપાવવાના ચક્કરમાં પુરુષ કોન્સ્ટેબલને તેઓ મહિલા બનાવી બેઠા. લોકો સામે આ સચ્ચાઈ આવી તો સોશિયલ મીડિયા પર યુઝર્સે પાકિસ્તાની પોલીસની આબરૂના ધજાગરા કાઢવામાં કશું બાકી ન રાખ્યું.
Recent Comments